Abtak Media Google News

સરપંચે ધમકી આપી બળજબરી કરી, ઉપસરપંચે ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું: સરપંચની ધરપકડ

વિસાવદરના સરસઈ ગામે સર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગામના વાસાંધ સરપંચ અને ઉપસરપંચએ પરિણીતાને ધક ધમકીઓ આપી સતત દસ માસ સુધી હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયા બાદ સરપંચની ધરપકડ કરતાં ગામમાં ચકચાર મચી ગયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાની એક પરિણીતાએ સરસઈ ગામના સરપંચ ચેતન દુધાત અને ઉપસરપંચ જયદીપ લાખાણી સામે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામ્યો છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી દસેક મહિના પહેલા બપોરના સમયે પોતાના ઘરે એકલી હતી. ત્યારે ચેતન દુધાત જે સરસઈ ગામનો સરપંચ છે તે ઘરમાં આવ્યો હતો અને બાથ ભીડી લીધી હતી.

પરિણીતાએ વિરોધ કરતા ચેતને કહ્યું હતું કે, ’હું ગામનો સરપંચ છું અને તારે મારી સાથે શરીર સંબંધ બાંધવા પડશે’. પરંતુ, પીડિતાએ ના પાડતા ચેતને ધમકી આપતા કહ્યું હતું કે,’તું મારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો હું તારા પતિને જાનથી મારી નાખીશ.’ ચેતનની ધમકીના કારણે પરિણીતા ડરી ગઈ હતી અને આરોપીના તાબે થઈ ગઈ હતી.

એટલાથી સરપંચ ન ધરાતા નરાધમ ચેતન દુધાતે પરિણીતાને તેના પતિને તમામ વાત કરી દેવાની ધમકી આપી હતી. જેથી પરિણીતા સરપંચના ઘરે જતા ત્યાં પણ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમયે ગામનો ઉપસરપંચ જયદીપ લાખાણી પણ ત્યાં આવ્યો હતો.

સરપંચ બાદ ઉપસરપંચ જયદીપ લાખાણીએ પરિણીતાને કહ્યું હતું કે, તે ચેતન સાથે શરીર સંબંધ બાંધેલા છે તે મને ખબર છે. તારે મારી સાથે પણ શરીર સંબંધ બાંધવો પડશે. જો નહીં બાંધે તો હું ગામમાં બધાને વાત કરી દઈશ. આ રીતે ધમકી આપી જયદીપે પણ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને પરિણીતાના અશ્લીલ ફોટો પણ પાડી લીધા હતા. ત્યાર બાદ જયદીપ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી પરિણીતાને બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો અને સતત દસ મહિના સુધી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી અને પોલીસે સરસઈના સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઉપસરપંચ જયદીપ લાખાણી નાસતો ફરતો હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.