Abtak Media Google News

પુષ્પગુચ્છ, શ્રીફળ, સાકરનો પડો, વિવેકાનંદજીનો ફોટો, શિલ્ડ, સ્મૃતિ ભેટ તેમજ સાલ ઓઢાડી કરાશે બહુમાન

રાજકોટ મહાનગરની યુવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ દ્વારા શિક્ષક રાષ્ટ્રપતિ સર્વપલી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવાતા શિક્ષક દિને સમાજના ઘડવૈયા તરીકેની કપરી કામગીરી બજાવતા શહેરની શાન સમા ૬ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે કોઈ પણ પ્રકારનો જાહેર સમારંભ યોજીને સન્માન ન કરતા જે તે શિક્ષકોની સ્કુલમાં રૂબરૂ જઈને શાળાના સ્ટાફ પરિવાર અને સંસ્થાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રવર્તમાન કોવિડ ૧૯ની ગંભીર પરિસ્થિતિમાં સરકારી નિયમો અને માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટનશીંગના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરીને કાર્યક્રમ કરવામાં આવનાર છે.

સંસ્થા દ્વારા દરેક શિક્ષકોનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ, શ્રીફળ, સાકરનો પડો, પુસ્તક, વિવેકાનંદજીનો ફોટો શિલ્ડ, સ્મૃતિભેટ આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત રીતે સમાજ જીવનના અગ્રણીઓનાં હસ્તે સન્માન કરવામાં આવશે. જેમાં સંગીતાબેન પંડીત (કોઠારીયા તાલુકા શાળા) ભરતભાઈ જગતીયા (તિરૂપતિ પ્રાથમિક શાળ), નિલમબેન પરમાર (શિવાજી પ્રા. શાળા નંબર ૬૬) મધુબેન વીરડીયા (રાજારામ મોહનદાસ પ્રા. શાળા નં. ૯૪ શ્ર્વેતાબેન જોષી (પ્રિયદર્શિની પ્રા. શાળા નં. ૯૬) રમેશભાઈ વાછાણી (પારેવાડા પ્રા. શાળ)નો સમાવેશ થાય છે.

શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહજી ઠાકુર, યુવા અગ્રણી મુકેશભાઈ દોશી, બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ જર્નાદનભાઈ આચાર્ય, શિક્ષક કવિ નટવર આહલપરા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવિણભાઈ નિમાવત, કવિ ગાયક કલાકાર પ્રકાશ હાથી સેવાભાવી અગ્રણી જયંતિલાલ એમ. પટેલ વગેરે ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, રતીભાઈ કકકડ, મહેશ જીવરાજાની, પ્રતિક મહેતા, જીતુભાઈ ગાંધી, રમેશ શીશાંગીયા, નયન ગંધા, દિલીપ સુચક, ડો. હાર્દિક દોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.