Abtak Media Google News

દુનિયાની સૌથી મોટી રિટલ કંપની વોલમાર્ટ અને ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ વચ્ચે થયેલી ડીલની આજે જાહેરાત થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વોલમાર્ટ 15 બિલિયન ડોલર (99,000 કરોડ)માં ફ્લિપકાર્ટનો 60થી 80 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. આ ડીલ માટે ફ્લિપકાર્ટની વેલ્યુએશન 20 બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ ડીલથી બંને કંપનીઓ ફાયદો થશે. હાલ જાપાનની સોફ્ટબેન્ક ગ્રૂપ અને ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટની ફ્લિપકાર્ટમાં 20-20% ભાગીદારી છે. આ બંને કંપનીઓએ હવે તેમનો શેર વેચવાની વાત કરી છે. ગયા વર્ષે ફ્લિપકાર્ટની વેલ્યુ 12 બિલિયન ડોલર આંકવામાં આવી હતી.

Advertisement

Walmart Flipkart1 Reutersઆ ડીલ દ્વારા વોલમાર્ટને ભારતમાં ઓનલાઈન પ્લેટફર્મ મળી જશે. ઈ-કોમર્સ-બજારમાં ફ્લિપકાર્ટની 40 ટકા ભાગીદારી છે. ભારતમાં કંપનીને અમેઝનથી ટક્કર મળશે. કારણકે બજારમાં તેની 38 ટકા હાજરી છે. ચીનના બજારમાં પણ બંને કંપનીઓ વચ્ચે સીધી ટક્કર થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.