Abtak Media Google News

દબાણ દુર કરવા અરજી કરતાં બે શખ્સોએ માર માયો

વાંકાનેરના પાંચદ્રારકા ગામની ગૌચરની જમીન ખુલ્લી કરાવવા અરજી કરનાર યુવકને માર મારતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં  પાંચદ્રારકા ખાતે રહેતા પરબતભાઇ બચુભાઇ પાંચીયા નામના યુવાને તેના ગામમાં આવેલ ગૌચરની જમીન પર અમુક ઈસમોએ કબ્જો જમાવી લીધો હોય જે ખુલ્લી કરાવવા ગ્રામ પંચાયત અને મામલતદારમાં અરજી કરેલ હોય, જેનું મનદુ:ખ રાખી તેના જ ગામના રિયાજ ખલુભાઇ બાદી તથા ખલુભાઇ મામદજલાલભાઇ બાદી નામના બે ઈસમોએ એકસંપ કરી ફરીયાદીને ગાળો આપી, રિયાજ ખલુભાઇ બાદીએ ફરીયાદીને પાવડા વડે ડાબા પગમાં મુંઢ ઇજા કરી, તેમજ ખલુભાઇ મામદજલાલભાઇ બાદીએ લાકડીથી વાસામાં મુંઢ ઇજા કરી ફરિયાદી પરબતભાઇ બચુભાઇ પાંચીયાને ઈજાઓ પહોંચાડતા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. તેમજ સમગ્ર મામલે બંને ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.