Abtak Media Google News

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોના માહમારી અંકુશમાં આવતા પ્રસિઘ્ધ યાત્રાધામો, પીકનીક સેન્ટરો રાજય સરકારની છુટછાટ બાદ ખુલ્લી ગયા છે. પરંતુ વાંકાનેર એસ.ટી. ડેપો દ્વારા પ્રસિઘ્ધ યાત્રાધામોને જોડતી બસો કોરોના અને યાત્રાધામો બંધ ને લઇને એસ.ટી. બસો બંધ કરી છે જે આજ સુધી શરુ કરવામાં નહી આવતા યાત્રીકો અને મુસાફરોમાં કચવાટ સાથે રોષની લાગણી ફેલાય રહી છે.

Advertisement

વાંકાનેરથી અંબાજી યાત્રાધામને જોડતી એસ.ટી. બસ વાંકાનેરથી સવારે સવા છ વાગ્યે ઉપડતી આ બસ વાયા મોરબ, હળવદ, ધ્રાંગધ્ર, પાટડી, દશાડા, બહુચરાજી, મેસાણા, ઉંજા, ઉનાવા, સિઘ્ધપુર, પાલનપુર, દાતા થઇને અંબાજી પહોચતી આ બસ વર્ષાથી આ રૂટ ઉપર દોડે છે. અને ઉપરોકત ગામોને અંબાજી માતાજીના દર્શન માટે સીધી મળતી બસ કોરોનાને પગલે મંદીરો બંધ થતા બસ પણ બંધ કરી દીધી પરંતુ રાજય સરકારે યાત્રાધામો ભાવીકો માટે ખુલ્લા મુકવા ુટ આપી પણ વાંકાનેર એસ.ટી. ડેપોને આ બસ શરુ કરવા માટે કયુૃ ગ્રહણ નડે છે તે નથી સમજાતું આટદા બધા ગામને આ બસનો લાભ મળે છે છતાં બસ કેમ શરુ કરવામાં નથી આવતી તેવો પ્રશ્ર્ન પ્રજમાંથી પુછાય રહ્યો છે.

વાંકાનેર એસ.ટી.ડેપો ના અમુક કર્મચારીમાંથી જાણવા મળ્યા મુજબ આ રૂટ ઉપર ઇન્કમ ઓછી આવતી હોવાનું ચર્ચાય છે. તો બીજા અમુક સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ રૂટ ઉપર સારી બસ નહી મુકવાથી અને જે બસ અંબાજી જતી તે બસ છાશ વારે રસ્તામાં બંધ પડી જતી ફોલ્ટ થવાથી પેસેન્જરોને સમયસર લાભ નહી મળતા ઇન્કમની ઘટ થતી હોવાનું જાણવા મળેલ.પરંતુ આ મહત્વનો રૂટ હોય માતાજીના ધામમાં દર્શનનો સીધો લાભ મળતી આ વાંકાનેર-અંબાજી રૂટ હોય તાત્કાલીક એસ.ટી. ડીવીઝન અને વાંકાનેર એસ.ટી. ડેપોના અધિકારીઓ વાંકાનેર-અંબાજી બસ શરુ કરે અને તેમાં ફોલ્ટ વગરની સારી બસ મુકવામાં આવે તેથી યાત્રીકોમાંથી માંગ ઉઠી છે.

આવી જ રીતે વાંકાનેરથી ચોટીલા જવા માટે સવારે મળતી વાંકાનેર- અમદાવાદ રૂટની બસ પણ કોરોનાને પગલે બંધ કરી છે આ બસ પણ તાત્કાલીક શરુ કરવા પ્રજામાંથી માંગ ઉઠી છે. હાલ રેલ્વની ઇન્ટરસીટી ટ્રેન બંધ હોય વાંકાનેરના મુસાફરોને સવારે અમદાવાદ જવા માટે આ બસ ઘણી ઉપયોગી હોય તાકીદે શરુ કરવા માંગ ઉઠી છે.વાંકાનેર તાલુકા ગ્રામ્ય વિસ્તારને જીલ્લા અને તાલુકા મથકોને જોડતી એસ.ટી. બસો. બંધ કરી છે. જેમાં વાંકાનેરથી રાજકોટ વાયા અમરસર, પાંચ દ્વાકરકા, તીથવા બોડ, પીપળીયા રાજ, વાલાસણ, કોટડા થઇને વર્ષાથી દોડતી આ બસ ગ્રામ્ય પ્રજાને રાજકોટ દવાખાના સહીતના કામે આવવા-જવા અતિ ઉપયોગી એવી આ બસ પણ સવારની કોરોના અને વિઘાર્થીના આવન-જાવન ની બાબત બતાવી ઘણા સમયથી બંધ કરી દીધી છે. જેના પગલે ઉપરોકત ગ્રામ્ય પ્રજાને રાજકોટ જવા માટે ફરજીયાત વાંકાનેર આવવું પડે છે. માટે તાકીદે આ સવારની બસ શરુ કરવા એસ.ટી. નું તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે.

વાંકાનેર એસ.ટી. ડેપો દ્વારા આવી અગત્યના રૂટ ની બસો બંધ કરી દીધી છે. પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ પણ કેમ ચુપ છે તેવો પ્રશ્ર્ન પ્રજા પુછી રહી છે પ્રજાના મતથી ચુંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય અગ્રણીઓ પોતાના પ્રાઇવેટ વાહનોમાં આવન-જાવન કરતા હોય પરંતુ ગ્રામ્ય પ્રજા અને આમ પ્રજાને એસ.ટી. બસની જ મુસાફરી પરવળતી હોય તે પણ નેતાઓએ સમજવું જોઇએ અને બંધ કરવામાં આવેલ એસ.ટી. બસો તાકીદે શરુ કરવા માટે આગળ આવવું જોઇએ તેવી પ્રજા માંથી માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.