Abtak Media Google News

કહેવાય છે વર્તમાન સમયમાં લોકોની ખુશ થવાની પરિભાષા ગઇ છે અને ખુશી મેળવવાનો સ્ત્રોત મટીરીયાલીસ્ટીક અને અન્ય વ્યકિત પર આધારીત બની ગયો છે. પરંતુ ખુશી પ્રાપ્ત કરવાની અસલી કુંજી કઇ છે? અને તેને સદાને માટે કાયમ રાખવાનો ઉપાય શું છે? અને આવા અનેક સવાલોના જવાબોનો પ્રેકટીકલી અનુભવ કરાવવા બ્રહ્માાકુમારી રાજયોગીની ભારતીદીદીના માર્ગદશન હેઠળ હસતુ ખીલતું આયોજન કરવામાં આવ્યું છે. તા. 8 થી 16 ફેબ્રુ. રાત્રે 8.30 થી 10 શાસ્ત્રી મેદાનમાં ખુશી મેળવવાના જીવનના મજબુત ઓઝારો (હથિયારો) કયા કયા છે તેના પર બ્ર.કુ. પુનમબેન વિસ્તૃત પ્રકાશ પાડશે.

તેઓ સંસ્થાના સમર્પિત બહેન છે. અને તનાવ મુકિત વિશેષજ્ઞ તરીકે દેશ-વિદેશમાં લાખો લોકોને ખુશી મેળવવાના ઉપયોગથી માહિતગાર કરી ચૂકયા છે. આ નવ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન  જ કરવાનું છે. તો ભય, ચિતા, તણાવ, જેવા માત્ર વિચારો થશી ઉદભવેલા રાક્ષસોને હણવા નવેય દિવસ ઉપસ્થિત રહેવા સંસ્થાના દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા બ્રહ્મકુમારી લક્ષ્મીદીદી, કિજલદીદી તેમજ કોમલદીદી તેમજ હિતેશભાઇ એ ‘અબતક’ના મેનેજીગ એડીટર સતીષકુમાર મહેતાને નિમંત્રણ પાઠવ્યું હતું.

નવદિવસીય વિષયોત્સવ

નવ દિવસીય કાર્યક્રમ અંતર્ગત ચિતામુકત જીવન શૈલી, ખુશી ઉત્સવ, સ્વયને સમજીએ આત્મજ્ઞાન, ગહન ઇશ્ર્વરીય અનુભૂતિ આનંદ ઉત્સવ, સુખી જીવનનું રહસ્ય પરિવર્તન ઉત્સવ, સમસ્યાઓનું સમાધાન ઘ્યાન ઉત્સવ, અલૌકિક જન્મોત્સવ, વિષે નાટકનું રહસ્ય મહાવિજય ઉત્સવ અને ગુડબાય ટેન્શન ઉત્સવ આ પ્રમાણે વિવિધ ઉત્સવ દ્વારા આઘ્યાત્મિક જીવન શૈલી અપનાવીને ડાયાબીટીસ, બીપી, હ્રદય રોગ તથા ડિપ્રેશન દુર ભગાવવા પર પ્રેકટીકલી અનુભવ કરાવવામાં આવશે.

 

બ્રહ્મકુમારી પુનમબહેનનો સંક્ષિપ્ત પરિચય

બ્ર.કુ. બહેન પુનમ બહુમુખી પ્રતિમાની સાથે સાથે આઘ્યાત્મિક વિશ્ર્વની ઉભરતી મૂર્તિ છે. બાળપણમાં જ આઘ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિઘાલયના સંપકમાં આવ્યા. તેઓ ગોલ્ડ મેડલીસ્ટ અને ચાર્ટડ એકાઉન્ટન્ટની પુત્રી છે. આઘ્યાત્મિક અભ્યાસની સાથે તેઓએ સી.એસ.નો  અભ્યાસ કર્યો છે. તેઓએ પોતાનું જીવન આઘ્યાત્મિક અને વિશ્ર્વ કલ્યાણ માટે સમર્પિત કર્યુ છે અને આ માટે તેઓ દેશભરમાં પોતાની સેવાઓ વિનામૂલ્યે આપી રહ્યા છો. સી.એસ. દિલ્હીની પરીક્ષાના ફાઉન્ડેશન કોર્સમાં અખિલ ભારતીય સ્તરે મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવ્યું.

તેઓ  ગુડબાય સ્રટેસના નામથીસમગ્ર ભારતમાં શિબિરોનું આયોજન કરવાની નિ:શુલ્ક સેવા કરી રહ્યા છો જેમાં હજારો લોકોએ લાભ લઇને તેઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે. અને તેઓ આજે સુખી જીવન જીવી રહ્યા છે તેઓ જીવનમાં રોજિદા સમસ્યાઓના સચોટ આઘ્યાત્મિક  ઉકેલો આપો છે.

 

શું છે ખુશીની પરિભાષા ???

આજથી 25-50 વર્ષ પૂર્વે સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા શબ્દોનો પ્રયોગ લોકો બહુ ઓછા કરતા હતા. જયારે આજે નાનુ બાળક પણ સ્ટ્રેસ છે. એમ બોલી દે છે પણ જો તેના સ્થાને ખુશી, આનંદ, હેપીનેસ, સુપર્બ જેવા શબ્દોનો પ્રયોગ વારંવાર કરવામાં આવે તો દિમાગમાં રહેલા ડોપામીન, સિરોટોનીન અને ઓકિસટોસીન જેવા રસાયણો જાગૃત થાય છે. જેને સરળ ભાષામાં હેપ્પી હોર્મોન્સ કહેવાય છે અને જેના પરિણામે વ્યકિતને ખુશીનો અનુભવ થાય છે.

 

બાળકોથી માંડી વડીલો તનાવગ્રસ્ત: કિંજલ દીદી

Dsc 3877

અબતક સાથેની શુભેચ્છા મુલાકાતમાં બ્રહ્મકુમારી કિંજલ દીદી એ જણાવ્યું હતું કેવર્તમાન પરિસ્થિતિમાં લોકો ખૂબ જ તણાવ ભર્યું જીવન પસાર કરતા હોય છે નાના બાળકોથી લઈને મોટા લોકો મોટી ઉંમરના વયો વૃદ્ધ સુધી સુધીના તમામ લોકોને કોઈને કોઈ કારણોસર અનુભવતા હોય છે ત્યારે ખાસ કરીને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવીએ અને ચિંતા માંથી મુક્ત થઈ અને ખુશી માં જીવન પસાર કરીએ આનંદ એટલે કે ખુશી એ જીવન જીવવા માટે ખૂબ જ અગત્યનું તેમજ આત્મા ને મોક્ષ માટે નો નો રસ્તો છે ક્યારેક લોકો ખુશી માટે પોતાને મનગમતી વસ્તુ અથવા તો ટીવી જોવું અથવા તો કામ કરતા હોય છે જ્યારે ખુશી એ અંદરને આત્મામાંથી પ્રાપ્ત થાય છે ખુશી પ્રાપ્ત કરવા માટે માણસને તેમના જે રોજિંદા કાર્ય છે તેમની સાથે પોતાના આત્માને બાળકોના જીવનમાં જ્યારે બાળકો તણાવ વસ્તુ સમજતા પણ નથી શીખ્યા ત્યાં તો તેમના પર તનાવ આવી થઈ જાય છે કોરોના પછી વ્યક્તિ વધારે પડતું બની ગયો છે ત્યારે આધ્યાત્મક જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસ બીપી હૃદય રોગ તથા ડિપ્રેશનને દૂર ભગાવી આવીને ચાલુ કરીએ ખુશી સાથે દોસ્તી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.