Abtak Media Google News

આઠેય દિશાના સ્વામી-ગણપતિ

પ્રથમ ઓમનું રટણ કર્યા વિના કોઈ મંત્રો સિધ્ધ થતા નથી

શ્રી ગણેશ એટલે ?

ગણેશ-ગણ-સમુહ-દેવતાઓનાં ઈશ-સ્વામી એટલે, ગણેશ ગણનો અર્થ પાલન કર્તા પણ થાય મહર્ષિ પાણિનીના કથન અનુસાર ગણ એટલે અષ્ટવસુ યાને આઠેય દિશા ગણપતિ અષ્ટ દિશાઓનાં સ્વામી છે તેમની રજા વગર એક પણ દિશાના દેવતા ઈચ્છિત ફળ આપી શકતા નથી પ્રથમ ગણપતિનું પૂજન કરાય ત્યારબાદ દિશાઓનાં સ્વામીને પ્રવેશ મળે અને દશેય દિકપાલની પ્રસન્નતા અને આહવાન વગર એક પણ શુભકાર્ય સિધ્ધ થતુ નથી એવી ગણપતિની પ્રથમ પૂજા કરવી અનિવાર્ય છે. શાસ્ત્ર કહે છે. ‘ગણાનાં જીવજાતાનાં ય: ઈશ સ ગણેશ’

Advertisement

જે સમસ્ત જીવ જાતિના સ્વામી છે એ ગણેશ શસ્ત્રમાં તો કલૌ ચંડી વિનાયક એટલે કે કલ્યિગમાં ચંડી અને વિનાયક ગણપતિની પૂજા શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

ગણપતિજીનું પ્રથમ પૂજન શા માટે ?

શાસ્ત્રોમાં પાંચ તત્વોનાં અલગ અલગ અધિપતિ નકકી કરવામાં આવ્યા છે. પૃથ્વી તત્વના ભગવાન શિવજી, જળ તત્વના શ્રી ગણેશજી, અગ્નિ તત્વના શકિત, વાયુ તત્વના સૂર્ય અને આકાશ તત્વના અધિપતિ ભગવાન વિષ્ણુ છે અને એટલે જ ભગવાન પશુપતિનાથ પાર્થીવ રૂપે પૂજાય છે. આકાશ તત્વના વિષ્ણુની પૂજા શબ્દો દ્વારા કરાય છે. અગ્નિ તત્વની શકિત યજ્ઞ દ્વારા પૂજાય છે. વાયુ તત્વના સૂર્યને નમસ્કાર દ્વારા પ્રસન્ન કરાય છે. જયારે જળ તત્વના અધિપતિ ગણેશજી, અગ્નિ ઓમથી જ આ સૃષ્ટિની ઉત્પતિ થઈ સૃષ્ટિના આરંભે જળ જ હતુ. અન્ય કશું નોતું અત: સ્વભાવિક પણે સિધ્ધ થાય કે, જળ યાને જીવન તત્વ એવા પ્રથમ ગણપતિનું પૂજન અર્ચના વંદન કરાય.

વાસ્તવમાં ગણપતિ ગજાનન આદિ, અનંત, સર્વવ્યાપી સર્વજ્ઞ હોવાથી ભગવાન શિવજીના લગ્નમાં પણ શ્રી ગણેશની પૂજા કરાવી હતી. જેથી એમા કાળ કે, મર્યાદા ભંગને કોઈ અવકાશ નથી. આતો સમય સમય પર ‘ઈશ’ના અવતરણનો આ તો માત્ર લીલા વિસ્તાર છે. આ સિવાય પણ શ્રી ગણેશજીના પ્રથમ પૂજનની યર્થાથતા સિધ્ધ કરતી શાસ્ત્રોમાં અનેક કથાઓ કહેવામાં આવે છે.

દુંદાળા ૐ કારા

તત્વ જ્ઞાનની દ્રષ્ટિએ ગણેશ શબ્દ બ્રહ્મ યાને ૐકારનું પ્રતીક છે. સૃષ્ટિની ઉત્પતિની શરૂઆતમાં ૐ ઈતિધ્વનિરભૂત મતલબ ૐ એવો ધ્વનિ થયો. આ ધ્વનિનો દ્રશ્ય સ્વરૂપ ‘સ વૈ ગજાકાર’ એટલે કે ગજાકાર હતો એટલે જ ૐકાર ગજ-હાથીના મુખ જેવો છે અને પ્રથમ ૐનું રટણ કર્યા સિવાય કોઈ પણ મંત્રો સિધ્ધ થતા નથી અને એટલે જ સ્વભાવિક પણે પ્રથમ ગણેશજીને પૂજા કરાય એવું સહેજ સમજાય.ૐ કારનો પ્રથમ ભાગ એટલે દુંદાળાનો ઉદર મધ્યભાગ એટલે સુંઢ, ઉપરનો ભાગ એટલે અર્ધચંદ્રાકૃતિ અને અનુસ્વાર એટલે એકદંતનો મોદક !.

એકદંતનું અવની પર અવતરણ

કહેવાય છે ગુણપતિનંદન ગજાનના દિવ્ય દર્શનની અદમ્ય ઈચ્છાથી મૈયા પાર્વતીએ એકાક્ષરી મંત્રની અધોર આરાધના કરી બાર વર્ષની આ કઠોર પ્રખર તપશ્ર્ચર્યાના પરિણામ સ્વરૂપ ગુણ વલ્લભ ગજાનન શ્રી ગણેશજી પ્રસન્ન થઈ માતા પાર્વતી સમક્ષ પ્રગટ થયા અને માતાને ત્યાં પુત્ર રૂપે અવતરણ કરવાનું વરદાન આપ્યું. એ મુજબ ભાદ્રપદની ચતુર્થીનાં મધ્યાન કાળે પાંચ ગ્રહના શુભ સંગમે સોમવારે સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં સફળતા અને સફળતાના દાતા એકદંતાનું અવની પર અવતરણ થયું કઠોર અને અધોર આરાધનાના દ્વારા બાહ્યનાદે આસુ સરે અને પરસેવો પડે તેજ પ્રભુ પધારે સફળતાના સ્વામી પણ

શ્રી ગજાનનો આધ્યાત્મિક અર્થ અને એની અનીવાર્યતા

ગજનો અન્નય અર્થ થાય સમાધિ દ્વારા યોગો જયાં પહોચવા ચાહે છે તેને ‘ગ’ કહેવાય અને જેમાંથી જગત ઉત્પન્ન થયું તેને જ કહેવાય આમ ગજનો અર્થ થયો પરબ્રહ્મ પરમાત્મા અન્ય અર્થમા જોઈએ તો ગજ એટલે હાથી અને આનન એટલે ચહેરો જેનો ચહેરો હાથીના ચહેરા જેવો જ અને દેહ એટલે સંપૂર્ણ વિશ્ર્વ.

યોગમાર્ગમાં શરીરની ઉર્જાને ઉર્ધ્વગમન કરાવવા માટે મુલાધાર ચક્ર એ મંહત્વનું સ્થાન છે. વ્યાયો જ કુંડલીની જાગૃત થાય છે. મુલાધારનો આકાર અને રંગ ગણપતિ જેવો છે. મુલાધાર એટલે નર્ક, સહધાર એટલે સ્વર્ગ, મતલબ નર્કથી સ્વર્ગ તરફ જવાની ગતિને વેધ અર્પનાર યાને જીવને શિવ સાથે જોડાણ કરાવનાર શ્રી ગણેશ છે. આજ નિયમને આપણા ઘરને પણ લાગુ પડી શકાય જેમ યોગમાર્ગમાં ઉંચે ઉઠવા કરોડજજુ એનો આધાર છે. અમે ઘરમાં પ્રવેશતી ઘન ઉર્જાનો મુખ્યમ માર્ગ આપણા ઘરનો પ્રવેશ દ્વાર છે. ઘરના મુખ્ય પ્રવેશ દ્વારનાં માર્ગે પ્રવેશતી ઉર્જા આપણા ઘરમાં ભ્રમણ કરે છે. આને આવકારવા અને નકારાત્મક ઉર્જાને પાછી ઠેલવા, પ્રવેશ દ્વારના ઉપલા મધ્ય ભાગમાં ખાસ શ્રી ગણેશજીનું અખંડ સ્વરૂપ સ્થાપન કરવામા આવે છે.

સુમુખના શ્રી વિગ્રહ, ભીતરની ભવ્ય ભાવના

ગણપતિનું પેટ સાગર જેવું છે જે સાગર પેટા હોય તે જ સર્વેના સુખ દુ:ખ રહસ્ય પેટમાં સંગ્રહી શકે વિશાળ પેટ એ સહનશકિત અને સંગ્રહ શકિતનું પ્રતીક છે.સુપડા જેવા કાન એટલે સર્વેનું સાંભળવું સારૂ ગ્રહણ કરવું ખરાબ ફેંકી દેવું એમની ઝીણી આંખો દીર્ધ દ્રષ્ટિનું સૂચન કરે છે. મસ્તક અને પ્રખર પ્રજ્ઞા બુધ્ધિમતાનું પ્રતીક છે.

એકદાંત માયાનો ધોતક છે. જે માયાને વશમાં અને ક્રશમા રાખી શકે એજ ઉર્ધ્વગતિ કરી શકે બ્રહ્મ એક જ છે એનો પણ આ એકદંત નિર્દેશ કરે છે. મહાભારતનું આલેખન કરવા વ્યાસજીના આદેશ અનુસાર ગણપતિએ પોતાના એકદાંતનો ઉપયોગ કર્યો હતો. પરમાર્થ કાર્યમાં પોતાની પ્રીય વસ્તુ પણ અર્પણ કરવી પડે તો આવા કાર્યમાં પાછી પાની ન કરવી આની પાછળનો આવો પરમ પુનીત ભાવ ભરેલો છે.એમના ચાર હાથ કાર્યશિલતા તેમજ દર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક છે. આહસ્ત, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સમાન ગણવાનું પણ સૂચન કરે છે. આ ચાર હાથથી સુંદર સ્વસ્તિક રચાય છે. શું એટલે સારૂ કલ્યાણમય, મંગલમય અને ‘અસ’ એટલે સતા, અસ્તીત્વ મંગલમય મહાસતાનું અસ્તીત્વ એટલે શ્રી ગણેશ મસ્તક ઉપરનો ચંદ્રમાએ, આભા, શોભા શિતળતા, શાંતતા, પ્રજ્ઞાયુકત જ્ઞાનનું પ્રતીક છે.‘પાશ’ અને અંકુશ રૂપી બે આયુધો પાશ એ બંધનનું પ્રતીક છે. ભવબંધનમાંથી છૂટવાની શીખ આપે છે. જયારે અંકુશ અનિષ્ટ, આતક અને અત્યાચારને અંકુશમાં રાખવાની આલબેલ વગાડે છે.

લંબોદરનું વાહન ઉંદર શા માટે ?

આની પાછળ મહર્ષિ પારાશર અને કૌચ ગંધર્વની કથા છે. વિસ્તાર ભયે નથી આલેખતો.ઉંદરની વૃત્તિ છે.ચોરી કરવી, ફૂંકી ફૂંકી ખાવું દરેક વસ્તુને છિન્નભિન્ન કરી નાખવી મતલબ પાપવૃત્તિની ચોરી કરવી પાપ વૃત્તિને દબાવવી એનું બીજુ કાર્ય છે. સંચય વૃત્તિ જે આગળનું વિચારે છે. ભવિષ્ય માટે પરમાર્થના ભાથાનું સંગ્રહ કરે છે. સમજી સમજી ફૂંકી ફૂંકી આગળ વધે છે. દરેક વસ્તુને છિન્ન ભિન્ન કરી નાખે યાને સર્વેમાંથી જે સાર કાઢી લે, જેમાં ચપડતા છે. ચૂપકિદી છે. સતર્કતા છે.ચંચળતા છે. તેને જ સફળતા મળે છે. મૂષકનો અન્ય અર્થ થાય માયા માયાનો અર્થ થાય મા એટલે, નહી અને યા એટલે જોવું જે નથી એને જોવું એનું નામ માયા માયા આપણા ઉપર સવાર થાય તો જીવન એળે જાય માયા ઉપર આપણે સવાર થઈએ તો બેડો પાર થાય મુષકનો અન્ય અર્થ વાસના પણ થાય વાસનાને દબાવો તો ઉપાસના જાગે અને ઉપાસ્યની લગની લાગે અન્ય અર્થમાં જોઈએ તો ‘વહ’ એટલે વહેવું એના ઉપરથી વાહન શબ્દ બન્યો દેવોનું વાહન જે તેમય અને કાર્ય અનુસાર બદલાય પણ છે. આવાહન કર્યા વિના એટલે કે આમંત્રણ આપ્યા વિના ભગવાન પણ આવતા નથી સાચો ભકત સંકટમાં હોય તો આવાહન વગર પણ ભગવાન દોડતા આવે. આવાહાન કરવામાં આવે ત્યારે જે કાર્ય માટે આવાહન કરવામાં આવ્યું હોય ત્યારે તે પ્રકારના પૂરક વાહનની જરૂર પડે છે.દા.ત. યુધ્ધ માટે સિંહ તો હેરંબગણપતિનું વાહન સિંહ છે. તો મયુરેશ્ર્વર ગણપતિનું વાહન મોર છે. એમ કહેવાય છે કે, સત્યુગમાં શ્રી ગણપતિની સિંહની સવારી હતી. ત્રેતામાં મોર જયારે દ્વાપર અને કલિયુગમાં ઉંદર આ મુષકને ઋષિ પંચમીનાં ખીરનું નૈવેધ ધરાવવામાં આવે છે. એ દિવસે એનું વિશેષ મહલમય છે.

દુંદાળાની પ્રીય દૂર્વા

દુ+અવમ=દુર્વા દુ એટલે, દૂર અને અવમ્ એટલે પાસે

દૂર રહેલા ગણેશજીના પરમ પવિત્ર તરંગોને પાસે લાવે તે દૂર્વા

આ દૂર્વા દાભડો, સસ્તી શુલભ રોગનાશક, અગ્નિશામક, પીત નિવારક છે એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. એવું કહેવાય છે.

આ દૂર્વા વિષમ સખ્યામાં અનુસાર ૧ એટલે મૂવ અને ૩ એટલે કર્તા હર્તા ધર્તા યાને ઉત્તપતિ, સ્થિતિ અને ભયના કરનારા, એક એટલે બ્રહ્મ બે એટલે માયા અને ત્રણ એટલે અવિધા અવિધા માયામાંથી છોડાવી એકમાં લાવે એ એકંદતા આમ દૂર્વા એ વૃધ્ધિ વિકાસનું પ્રતીક છે. અન્ય અર્થમાં જોઈએ તો સાત સ્વર્ગ લોક, સાત પૃથ્વી લોક અને સાત નરલોક એમ એકવીસ લોકનું પૂરાણમાં વર્ણન છે. આ એકવીસના સ્વામીને એટલે જ એકવીસ દૂર્વા અર્પણ કરાય છે. મોદક પણ એકવિસ અર્પણ કરાય છે. મોદક એટલે આનંદ, જ્ઞાનનંદ, સંઘશકિત એકતાનું પ્રતીક છે. મોદકનો આકાર નાળીયેર જેવો છે. પહેલે ટોચ દેખાય ઉંડા ઉતરો તો જ એની વિશાળતા અને ગહનતા સમજાય તો જ પરમ આનંદ આવે આ સિવાય તેમને શમી અને મંદારનાં પાંદળા પણ અર્પણ કરાય છે. શમીમાં અગ્નિનો વાસ છે.તે તેજસ્વીતા ઓજસ્વીતાનું પ્રતીક છે. પાંડવો એ વનવાસ જતી વખતે શમીના ઝાડમાં પોતાના અસ્ત્રો છુપાવ્યા હતા યજ્ઞ કાર્યમાં અગ્નિમંથન માટે પણ શમી વપરાય છે.

ચતુર્થી અને ચંદ્ર દર્શન

ચાંદના દર્શન કરવા, શીતળતા, શાંતતા સ્વીકારવી મરકર મનને મહાત કરવું અન્ય અર્થમાં જોઈએ તો, ચતુર્થી એટલે ચાર અવસ્થા, સ્વપ્ન, સુષુપ્તિ, જાગૃતિ અને તુરીયા જે તુરીયા અવસ્થા સુધી ગતિ કરાવે એવું નામ ચતુર્થી યાને પરમને પામવાનો પુનિત સંકેત એટલે, ચતુર્થી ગજાનના શ્રાપની રૂપે શ્યામ પડી ગયેલા ચંદ્રપુન: પ્રકાશીત થઈ ઉઠ્યો એમ અજ્ઞાનના અંધકારથી ગેરાયેલાને ચતુર્થી પૂન: પવીત્રતાના દેવદ્વારી પ્રકાશિત થવાનો સુંદર સંકેત આપે છે. એવું કહેવાય છે કે જે દિવસે મંગલમય તરંગોને પૃથ્વી પર આર્વીભાવ થયો તે તિથિ એટલે, ભાદરવા સુદ ચોથ યાને ગુણદાતા ગણપતિ બાપાનું અવની પર અવતરણચોથના ચંદ્રદર્શન અંગે એવી વાયકા છે. કે ચોથના ચંદ્રના જે દર્શન કરે તેના ઉપર ખોટો આળ, આક્ષેપ આવે પરંતુ એ આક્ષેપ આકાશમાં દ્રશ્યમાન ચંદ્રમાના દર્શન કરવાથી ન આવે પરંતુ રસ્તામાં ગાયના પગની ખરીની છાપ પડી હોય, એમાં પાણી ભરાયું હોય અને એમાં જો ચંદ્રમાનો પ્રતિબિંબ પડતો હોય, એ ચંદ્રના જો દર્શન કરવામાં આવે તો આળ આક્ષેપ આવે એવીલોક વાયકા વૃધ્ધો પાસેથી સાંભળી છે.

જમણી સુંઢના ગણપતિનું પૂજન કયારે કરાય ?

સામાન્યત દરેક પ્રકારનાં વિઘ્નો નિવારવા અને સફળતા, સફળતા પામવા ડાબી સુંઢના ગણપતિનું પૂજન કરાય છે. જયારે જમણી સૂંઢના ગણપતિનું પૂજન માત્ર મોક્ષ પ્રાપ્તિ માટે કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.