Abtak Media Google News

સોમવારે વર્લ્ડ કેન્સર ડે

દુનિયામાં કેન્સર એ મૃત્યુનું બીજા નંબરનું કારણ; આ વર્ષની વિશેષ થીમ આઈ એમ એન્ડ આઈ વીલ

 

દેશભરમાં કેન્સરની ઘાતક બીમારીથી અનેક દર્દીઓનાં મૃત્યુ થાય છે. તેમજ ભારત સહિત વિશ્વભરમાં આ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વધારાને રોકવા માટે તેમજ કેન્સર વિશે લોકજાગૃતિ લાવવા માટે અને સારવાર પછી કેન્સરથી મુકત થયેલ દર્દીઓ સમાજના બીજા વ્યકિતઓને પ્રેરણાદાયી જીવન જીવવાની આશા પુરી પાડી શકે તે આશયથી દર વર્ષે ૪ થી ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. કેન્સરની થવાના કારણો, તેના ભયજનક લક્ષણો, કેન્સરની સારવાર વિગેરે વિશે સમજણ અને માહિતી વોકહાર્ટ હોસ્પિટલનાં ઓન્કોસર્જન (કેન્સરના રોગોના નિષ્ણાંત સર્જન) ડો.દિપેન પટેલ દ્વારા આપવામા આવેલ છે.જે વાંચોને ખૂબજ ઉપયોગી થશે.

કેન્સર દિવસની ઉજવણીના સંદર્ભમાં ડો. દિપેન પટેલે જણાવેલ હતુ કે ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીના ત્રણ વર્ષમાં આપણે કેન્સરના પ્રમાણને કેવી રીતે ઘટાડી શકીએ તેમાટે ખાસ થીમ આઈ.એમ.એન્ડ આઈ વીલ આપવામાં આવેલ છે. આ થીમ વડે લોકોમાં તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનું મનોબળ પૂરૂ પાડવાની તેમજ કેન્સરનાં નિદાન પછી પણ યોગ્ય સારવાર થકી સાજા થઈને નિયમિત કાર્યો કરી શકે એવી સામાન્ય જીંદગી જીવવાની માનસીકતા રાખવાની ભાવના રહેલી છે. કેન્સરના રોગ સામે મજબુત લડત આપવા તેમજ વહેલા સ્ટેજમાં નિદાન કરીને સંપૂર્ણ પણે કેન્સર મૂકત થવા માટે આ થીમ ખુબ જ કારગત નીવડે તેમ છે.

ડો.દિપેન પટેલે વધુમાં જણાવેલ હતુ કે ભારતમાં આશરે ૨૫ લાખ લોકો કેન્સરથી પીડાય છે. દર વર્ષે ૮ લાખ લોકોને કેન્સર થાય છે. અને ૫.૫ લાખ લોકો મૃત્યુ પામે છે. પૂરા વિશ્વમાં દર વર્ષે આશરે ૯૬ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે.

ગુજરાતની યુવા પેઢીમાં મૂખનાં કેન્સરનું પ્રમાણ વધતુ જાય છે. મુખ અને હોઠના કેન્સરમાં ૭ ટકાના વધારા સાથે ભારતમાં ગુજરાત બીજુ સ્થાન ધરાવે છે. જેનું મુખ્ય કારણ તમાકુ અને આલ્કોહોલનું સેવન છે. ગુજરાતમાં સરકારે મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ આયુષ્યમાન યોજના હેઠળ મફતમાં કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર પૂરી પાડીને ખૂબજ ઉમદા પગલુ ભરેલ છે. જો આપણા ઉર્જાસ્ત્રોતોનો વિવેક પૂર્વક ઉપયોગ, કેન્સર રોકવા માટેના અસરકારક પગલા તેમજ વહેલુ નિદાન અને કારગત સારવાર કરવામાં આવે તો આશરે ત્રીસ લાખ લોકોની દર વર્ષે જીંદગી બચાવી શકાય છે.કેન્સર થવાના કારણો વિશે માહિતી આપતા ડો.દિપેન પટેલે જણાવેલ હતુ કે કેન્સર થવાના મુખ્ય કારણોમાં તમાકુ દા‚નું સેવન, ધ્રુમપાન, અનિયમિત અને અયોગ્ય આહાર, મેદસ્વીતા, વારસાગત આનુવંશિક, અમુક પ્રકારના ચેપ જેમકે હીપેટાઈટીસનો સમાવેશ થાય છે.કેન્સરના લક્ષણો વિશે માહિતી આપતા ડો. દિપેન પટેલે જણાવેલ હતુ કે શરીરનાં કોઈ ભાગમાં ન રૂઝાતુ ચાંદુ કે ગાંઠ, સ્તનમાં ગાંઠ કે કદમાં ફેરફાર, સતત વજન ઉતરવું, ભૂખ ન લાગવી, અવાજમાં ફેરફાર કે ખોરાક ઉતારવામાં તકલીફ, મળદ્વારમાંથી દુખાવા વગર લોહી વહેવું, મેનોપોઝ પછી યોની માર્ગમાંથી લોહી પડવું,ચામડીના તલમાં કદ, રંગ કે સંખ્યામાં ફેરફાર વિગેરે કેન્સરનાં લક્ષણો છે. કેન્સરની સારવારમાં સર્જરી (કેન્સરનાં ઓપરેશન) કિમોથેરાપી, પોલીએકટીવ થેરાપી, રેડિયોથેરાપી, હોર્મોનલ થેરાપી, ઈમ્યુનોથેરાપી, મોલેકયુલર એન્ટીબોડી, કેન્સરની રસીનો સમાવેશ થાય છે. હવે કેન્સરની સારવાર પ્રિસીઝન મેડિસીન એટલે કે રોગ મુજબ તેને અનુકુળ દરેક દર્દીને અલગ અલગ સારવાર રીતે અપાય છે. જેથી દર્દીને શ્રેષ્ઠ પરિણામ મળી શકે. મોટાભાગના કેન્સરમાં નિદાન કરવા માટે બાયોપ્સી જરૂરી છે. સિટી સ્કેન, એમઆરઆઈ,પીઈટી સ્કેન કેન્સર હોવાનું જણાવે તો પણ બાયોપ્સી કરાવવી જરૂરી છે. બાયોપ્સી માત્ર કેન્સર નિર્ધારીત કરવા માટે જ થતી નથી.એનાથી કેન્સરના વિવિધ પ્રકારો અને તેની ખાસીયતોની જાણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.