વોટર સેવિંગ ગર્લ: 15 લાખ લોકોને “પાણી બચાવો”નું મહત્વ સમજાવતી રાજકોટની વ્રીતિકા રાજાણી

રાજકોટ વ્રીતીકા રાજાણી અને તેના મોટાભાઇ નીલ રાજાણીએ રેઇન વોટર હાર્વેસ્ટીંગની શરુઆત કરીને સમગ્ર દેશને ઉદાહરણ પુરુ પાડયું છે. વ્રીતીકા ભણવાની સાથે પાણી બચાવો અભિયાન ચલાવે છે. તથા બન્ને ભાઇ-બહેન દ્વારા કરવામાં આવતા આ ઉત્તમ કાર્યને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પણ બિરદાવી છે.

વ્રીતીકા રાજાણી છેલ્લા ઘણા સમયથી ભણવાની સાથે પાણી બચાવો અભિયાન ચલાવે છે. તે તેના મોટાભાગ નીલ સાથે કામ કરે છે.

પાણી બચાવવાના પ્રોજેકટો બનાવવા  તેના ડ્રોઇંગ બનાવવા, અલગ અલગ સ્કુલોમાં એપોઇન્ટમેન્ટ લઇ જવું (લોકડાઉન પેલા) આ રીતે રુબરુ 10 થી 1પ લાખ લોકોન પાણીનું મહત્વ સમજાવ્યું છે. જાહેર સમારંભોમાં અને જાહેર સભાઓમાં પણ વ્રીતીકા તેના ભાઇ નીલ સાથે પાણીના પ્રોજેકટો સમજાવે છે. વ્રીતીકા અને નીલને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના પ્રશસાપત્રો પણ મળેલા છે. તેમના લેકચર સાભળી જાપાનની મિયાઝાકી યુનિવર્સિટીએ પણ બન્ને ભાઇ-બહેનને બિરદાવતા સર્ટીફીકેટ મોકલેલ છે. શ્રી લોહાણા મહાપરિષદ એવોર્ડ સેરેમની સને 2019માં રઘુવંશી બાળ પ્રતિભાનો એવોર્ડ વ્રીતીકા અને નીલને પ્રવીણભાઇ કોટક અને પર્યાવરણ સમીતીના પ્રમુખ કીરીટભાઇ ભીમાણી તરફથી અને સમગ્ર મહાપરિષદ તરફથી મળેલ, રરમી માર્ચ વર્લ્ડ વોટર ડે ના અનુસંધાને વ્રીતીકા અને નીલ બન્ને મમ્મી પપ્પાને રેકવેસ્ટ કરી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુ, પરાગભાઇ દેવાણી અને રીટાબેન જોબનપુત્રાને પત્ર આપ્યો, જેમાં સમગ્ર રઘુવંશીઓ રેઇન વોટર હાવેસ્ટીંગની શરુઆત કરી સમગ્ર દેશને ઉદાહરણ પુરુ પાડે તેવો ઉલ્લેખ છે જેનો તત્કાલીન પ્રમુખ સતીષભાઇ વીઠલાણી અને પર્યાવરણ  સમીતીના પ્રમુખ કીરીટભાઇ ભીમાણી તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. પાણી બચાવો અભ્યિાન સાથે વ્રીતીકા અને નીલ પોલ્યુશન પર પણ છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યા છે. જો સકારાત્મક પરિણામ આવે તો તેની જાણ કરશે.