Abtak Media Google News

એપ્રીલ અંતથી ઉંડ ૨ ડેમમાંથી પાણી નહીં ઉપાડી શકાય

જોડીયાની પ્રજાને જવાથી પાણી મળી રહ્યું છે. તે તાલુકાના લખતરનો ઉંડ ૨ ડેમ એક માત્ર જોડીયા માટે જીવાદોરી છે. હાલના દિવસોમાંડેમ પાણીની સ્થિતિ જાણવા માટે ત.ક. મંત્રી બી.કે. જાડેજા, સરપંચ અને સભ્યો એ તાજેતરમાં ડેમ વિસ્તારની મુલાકાત લઈને ડેમમાં પાણી સંગ્રહનું અવલોકન કરીને એવું તારણ કાઢવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં ડેમમાંથી જોડીયા ગામને પાણી અપાઈ શકે એમ નથી, એપ્રીલના અંતમાં ડેમનું તળીયા ઝાટક થાતાની સંભાવના દેખાઈ રહી છે. તેર હજારની તથા આઠ હજાર કરતા વધુ પશુધન માટે મે માસ થી જોડીયા ગામને જળ સંકટનો સામના કરવા પડશે હાલમાં ડેમ વિસ્તારમાં પાણીની સ્થિતિ અને આવતા દિવસો જોડીયા માટે વિકટ બનતી પાણી સમસ્યા અંગે ગામ પંચાયત દ્વારા તા. વિ. અધિકારીને વાકેફ કરેલ છે. અને પત્રમાંજ ણાવેલ ગામની પ્રજા અને પશુધન માટે ઉનાળાના દિવસોમાં ત્રણ લાખ લીટર નર્મદાનું પાણીની આવશ્યકતા પડવાની છે. પૂર્વ આયોજનના ભાગ‚પે, તાલુકા પંચાયતને પગલા લેવા જણાવેલ આ પહેલા ગ્રામ પંચાયતે પાણીપૂરવઠા બોર્ડ, સિંચાઈ વિભાગતથા સ્થાનિક તંત્ર જોડીયા ગામને નર્મદાનું પાણી આપવા માટે જણાવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.