Abtak Media Google News

કાવેરી જળવિવાદના મુદ્દે આજે (રાત્રે ૮.૦૦થી) અહીં કોલકતા નાઇટ રાઇડર્સ સામેની ચેન્નઈ સુપર કિંગ્સની મૅચ સામે વિઘ્નો ઊભા કરવાની ગઈ કાલે શંકા હતી, પરંતુ એ રાબેતામુજબ યોજાશે એવી હૈયાધારણ વચ્ચે આજે કોલકતાની ટીમ નવા કૅપ્ટન દિનેશ કાર્તિકના નેતૃત્વમાં સતત બીજી જીત મેળવવા કોઈ કસર બાકી નહીં રાખે. રવિવારે કોલકતાએ ઈડન ગાર્ડન્સમાં વિરાટ કોહલીના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમને રોમાંચક મુકાબલામાં હરાવી ત્યાર પછી આજે કાર્તિક ઇલેવનની વિરાટના ‘ગુરુ’ મહેન્દ્રસિંહ ધોનીના સુકાનવાળી ચેન્નઈની ટીમ સાથે ટક્કર છે.

Advertisement

ચેન્નઈની ટીમ પણ પહેલા રોમાંચક વિજય બાદ આજે ઘરઆંગણે રમવાનો લાભ લેવા કોઈ તક જતી નહીં કરે. શનિવારે પહેલા દિવસે વાનખેડેમાં ચેન્નઈની ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને એક બૉલ બાકી રાખીને એક વિકેટના માર્જિનથી હરાવી હતી. ડ્વેઇન બ્રાવો (૬૮ રન, ૩૦ બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર) અને કેદાર જાધવ (૨૪ અણનમ, બાવીસ બૉલ, બે સિક્સર, એક ફોર)ના સુંદર યોગદાનોની મદદથી ચેન્નઈએ ૧૬૮ રનના લક્ષ્યાંક સામે ૧૯.૫ ઓવરમાં ૯ વિકેટે ૧૬૯ રન બનાવીને વિજય મેળવ્યો હતો. એ પહેલાં, મુંબઈએ ૨૦ એાવરમાં ચાર વિકેટે ૧૬૫ રન બનાવ્યા હતા જેમાં સૂર્યકુમાર યાદવના ૪૩ અને ઇશાન કિશનના ૪૦ તેમ જ કૃણાલ પંડ્યાના અણનમ ૪૧ તથા હાર્દિક પંડ્યાના અણનમ બાવીસ રનનો સમાવેશ હતો.

સ્વાભાવિક રીતે જ બંને ટીમ ઘણી મજબૂત છે અને બંને ટીમ જીત માટે દાવેદાર છે કારણ કે બંને ટીમ પોતાનો પ્રથમ મેચ જીતી ચુકી છે અને તેને કારણે આ મેચમાં બંને ટીમ હોટ ફેવરિટ છે
આ મેચ જીતનાર ટીમને એક એડીશ્નલ એડવાન્ટેજ પણ મળી રહેશે અને આ મેચના બે પોઇન્ટ પણ બહુ મહત્વના સાબિત થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.