Abtak Media Google News

વૈજ્ઞાનિકો જણાવે છે એપ્રિલ માસથી પૃથ્વીથી દૂર જતો રહેશે
પૃથ્વીના ગૂરૂત્વાકર્ષણથી બનેલો નવો ચંદ્ર નાની મોટરના કદનો છે

અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે પૃથ્વીનું પરિભ્રમણ કરતા એક જ ચંદ્રમાં છે પરંતુ વિશ્ર્વને આશ્ર્ચર્યજનક સ્થિતિમાં મૂકી દેતા એક સમાચારમાં પૃથ્વી ફરતે પરિભ્રમણ કરતાએક નવા પણ પ્રમાણમાં ખૂબ નાના ચંદ્રમાની ઓળખ મળી છે. ધૂમકેતુ અને અન્ય ગૃહોની સંશોધન કરતી અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા કેટલીન સ્ક્રીપ સર્વેએ અંતરીક્ષમાં એક એવા પદાર્થપીંડની શોધ કરી છે કે જે છેલ્લા ત્રણ વર્ષથી પૃથ્વીના ગૂરૂત્વાકર્ષણથી બંધાઈને ચંદ્રની જેમ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે.

વૈજ્ઞાનિકોએ આ નવા મળેલા ચંદ્રને ૨૦૨૦ સીડી.૩નું નામ આપ્યું છે. ૧૦મી ફેબ્રુઆરીએ કેટલીનના સ્કાય સર્વેનાં અવકાશ સંશોધકોને એક ધીમી ગતિએ પૃથ્વી ફરતે ચકકર ચલાવતીએક વસ્તુ દેખાઈ હતી જે પૃથ્વીથી ખઊબ નજીક હતી અને આકારમાં ચંહદ્રમાંથી ખૂબ જ નાની હતી આ વસ્તુએ દૂનિયાને ત્યારે આશ્ર્ચર્યચકિત કરી દીધી જયારે દૂનિયામાં છ અવકાશ સંશોધન સંસ્થાએ પણ આ નવો પદાર્થ જોયો હતો.વિજ્ઞાનીકોનું કહેવાનું છે કે આ દાર્થ લઘુચંદ્ર કહી શકાય તેમણે એમ પણ કહ્યું હતુ કે આ નવુ અને કદાચ અસ્થાયી લઘુચંદ્ર ૧.૯ મીટર અને ૩.૫ મીટરના વચ્ચેના કદનું છે જે લગભગ નાની એવી મોટરના કદ સમાન છે.

ખગોળ શાસ્ત્રી કેસ્પર વિકોજે ૧૯મી ફેબ્રુઆરીના દિવસે ટવીટ કરીને જગતને માહિતગાર કર્યું હતુ કે મે અને મારા સાથી ટેડીપુયને એ ૨૦ મેગનીટયુટના એક પદાર્થપીંડની શોધ કરી છે.જે પૃથ્વીના ગૂ‚ત્વાકર્ષણથી બંધાયેલું છે. જે વસ્તુ મળી છે તેમાં કયાંક સુર્ય વિકરણના કારણે સર્જાયેલી અવ્યવસ્થાનું પ્રમાણ નથી મળ્યું કોઈ કૃત્રિમ પદાર્થના પૂરાવા પણ નથી મળ્યા અને તે કુદરતી રીતે પૃથ્વીના ગૂરૂત્વાકર્ષણથી બંધાઈને પૃથ્વીને પરિભ્રમણ કરતા નાના એવા ચાંદામામા જ ગણી શકાય.

વિજ્ઞાનિકોનું માનવું છે કે ૨૦૨૦ સુધી પણ સંભવિત રીતે અસ્થાયી હશે સંશોધકોની એક પરિકલ્પના મુજબ ૪ અબજ વર્ષો પહેલા પૃથ્વી પાસે બીજા ચંદ્રમા હતા જે હયાત મોટા ચંદ્રમા સાથે ટકરાઈને નષ્ટ થઈ ગયા હતા આ ટકરાવથી હયાત ચંદ્રમાંની સપાટી ઉપર મોટી મોટી ખીણો સર્જાઈ હશે બીજો ચંદ્ર લાખો વર્ષ અસ્તિત્વમાં રહ્યો હશે.

પૃથ્વીને વધુ એક ચંદ્રમાં મળી આવ્યાની ઘટનાઓ ખગોળ વિજ્ઞાનીકો અને સંશોધકો માટે નવો રસનો વિષય ઉભો કર્યો છે. વિજ્ઞાનીકોનું માનવું છે કે આ એક મોટી ઘટના ગણાય, સ્મિથ સોનિયાન એસ્ટ્રોકિજીકલ ઓબ્ઝર્વે વેટરીએ આ લઘુગ્રહનું પૃથ્થકરણ કર્યું હતુ અને જણાવ્યું હતુ કે આ કોઈ કૃત્રિમ ઉપગ્રહ નથી પૃથ્વીનો નવા પાડોશી જેવો આ ગ્રહ પૃથ્વીને લાંબું ચકકર લગાવે છે. નોરધન આયરલેન્ડની કવીન્સ યુનિવર્સિટીએ ન્યુ સાયન્સ મેગેઝીનને જણાવ્યુંં હતુ કે સંભવિત રીતે એપ્રીલ મહિનામાં આ પૃથ્વીથી દૂર જતો રહે અગાઉ સપ્ટેમ્બર ૨૦૦૬ થી જૂન ૨૦૦૭ દરમિયાન ૨૦૦૬ આરએચ ૧૨૦ નામનો લઘુગ્રહ મીની ચંદ્ર પૃથ્વીને મળ્યો હતો એલન મુસ્કે જણાવ્યું હતુકે મોટર આકારના આ ગ્રહ અવકાશમાં ૨૦૧૮માં પ્રસ્થાપિત કરેલ કેલસારોડસ્ટારનો ઉપગ્રહ નથી તે હવે સૂર્યની ભ્રમણકક્ષામાં ફરી રહ્યો છે. અને એ નવો ગ્રહ આપણો નથી પૃથ્વીને મોટર આકારનું મળી આવેલ લઘુચંદ્ર આપણા ગ્રહની પ્રદક્ષિણા કરી રહ્યો છે. ફેબ્રુઆરી ૧૫ની રાત્રે નાસાએ અરિઝોનામાં હાથ ધરેલા અવકાશ સંશોધન દરમિયાન ૧.૯: ૩.૫ મીટર (૬/૧૧ફૂટ)ના વ્યાસનો જે પદાર્થપીંડ શોધી કાઢ્યો છે તે પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતુ અસ્થાયી લઘુચંદ્ર હોવાનું વિજ્ઞાનિકોએ જગતને જણાવ્યું છે.

અગાઉ પણ ૨૦૦૬માં અસ્થાયી ચંદ્ર મળ્યો’તો

અગાઉ પણ એક ચંદ્રનું અસ્તિત્વ સામે આવ્યું હતુ આ પહેલીવાર નથી બન્યું કે પૃથ્વીને એકથી વધુચંદ્રની જાણકારી મળી હોય આ અગાઉ ૨૦૦૬માં આરએચ.૧૨૦ નામનું અસ્થાયી ચંદ્ર મળી આવ્યો હતો જે જૂન ૨૦૦૭સુધી પૃથ્વીના ગૂરૂત્વાકર્ષણમાં રહીને ફરી પૃથ્વીથી અલગ થઈ બ્રહ્માંડમાં વિલીન થઈ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.