“અમે છુટે હાથે પૈસા વાપરવા માટે ચોરી કરતા હતા”: કેશોદમાં વાહનોની ઉઠાંતરી કરતી ટોળકી

કેશોદ, જય વિરાણી
કેશોદમાં બાઈકની ચોરીને લઈને આની પહેલા પણ ઘણા બનાવો બની ચુક્યા છે આ બનાવો માં આજે એક બનાવ થોડા દિવસ પેહલા ઉમેરાયો હતો. જેમાં એક સાથે ચાર ટુ વ્હીલર ની ચોરી થઇ હતી અને તેમાંથી એક ઘટના સીસીટીવી માં કેદ પણ થઇ હતી. એક વીડિયોમાં આરોપી જય દિનેશ મક્કા આની પેહલા નાસી ગયેલ હતો. આ સીસીટીવી ના ફૂટેજને કાટને પોલીસે તેમાંથી એકને પકડી પાડયો છે.

તે વીડિયોમાં ત્રણ ઇસમાેએ મળી 4 બાઇકની ઉઠાંતરી કરી હતી જે પૈકી એક સ્થળે બાઇકની ઉઠાંતરી કરતા શખ્શની સીસીટીવી કુટેજ આધારે ઓળખ થઇ હતી. ત્યારબાદ સમગ્ર ઘટના પરથી ચાેરીનાે ભેદ ઉકેલાતો હતાે. આ ચાેરીમાં સાૈપ્રથમ બે શખ્શની ધરપકડ કરવામાં આવી અને તેમના વિરૂધ્ધ પાેલીસે ફરીયાદ નાેંધી હતી. જેના આધારે વધુ એક શખ્શ જય દિનેશભાઇ મક્કાનું નામ ખુલવા પામ્યું હતું. પાેલીસે પાછળથી બાતમી આધારે તેને ઝડપી લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ તમામ શખ્શાે સ્થાનીક હાેવાનું અને માેજશાેખ માટે છુટે હાથે પૈસા વાપરી શકાય તે માટે અરસપરસ મિત્રતા બંધાતાં બાઇક ચાેરીને અંજામ આપ્યાે હતાે.