Abtak Media Google News

લગ્નમાં ૨૦૦ લોકોને હાજર રાખવાની છૂટ બાદ હવે રૂપાણી સરકારનો વધુ એક નિર્ણય

ગુજરાતની વિજય રૂપાણી સરકારે લગ્નમાં ૨૦૦ લોકોને હાજર રાખવાની છૂટ આપી હતી. એ વખતે કહેવાયું હતું કે, લગ્નો ધામધૂમથી નહીં કરી શકાય પણ ૨૦૦ લોકોની મર્યાદામાં રહીને લગ્નમાં સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમો કરી શકાય કે નહીં એ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ.

હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સ્ટાન્ડર્ટ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) બહાર પાડવામં આવી છે. રાજ્ય સરકારની એસઓપીમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના ગાઈડ લાઈનનો અમલ કરીને લગ્નોમાં સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.

સુરત શહેર આર્ટીસ્ટ એસાથેસિએશન દ્વારા કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરીમાં આ બાબતે તપાસ કરતાં અધિકારીઓએ લગ્નગીત, સંગીત સંધ્યા અને ઓરકેસ્ટ્રાના કાર્યક્રમોનું આયોજન કરવા માટે પરમિશન આપવામાં આવી છે એવી સ્પષ્ટતા કરી હતી. આ જાહેરાત લગ્ન કરવા માગતા લોકો માટે સારા છે જ પણ સંગીત સંધ્યા, લગ્નગીત અને ઓરકોસ્ટ્રાના કાર્યક્રમો પર નભતા કલાકારો માટે બહુ મોટા છે. આ નિર્ણયના કારણે તેમને રોજગારી મળવા માંડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.