Abtak Media Google News

ડાયેટ ચાર્ટ, ફુડ હેબીટ અને કસરતની શરીર પર થતી અસરો અંગે સંપૂર્ણ માહિતી આપતો સેમિનાર યોજાયો

મોટાભાગના લોકોને વજન વધારવો છે અથવા તો ઘટાડવો છે. શરીરના ઘાટને લઈ જે માનસીકતા છે તે અલગ ‚પ લઈ રહી છે. માટે સીઆઈજીઆઈએસ ગેસ્ટ્રો સર્જરી સેન્ટર દ્વારા રવિવારના રોજ વજન ઘટાડવા માટેના સેમીનારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની સરોવર પોર્ટીકો હોટલ ખાતેના આ સેમીનારમાં અનેક લોકોએ વજન ઘટાડા અંગે માહિતી, પુરતી સારવાર અને દવાઓ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા હતા.Vlcsnap 2019 01 28 09H22M18S176આ સેમીનારમાં બેરીયાટ્રીક સર્જરી એકસ્પર્ટ ડો.કાર્તિક સુતરીયા અને ડો.મેહુલ વિકાણી દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ચરબી ઘટાડા માટે લોકોએ કઈ પ્રકારનો અને કેટલો ખોરાક લેવો જોઈએ તે અંગેની માહિતી તેમજ કસરતોની વિગતો આપી હતી. વજન ઘટાડવા કે વધારવા માટે કઈ પ્રકારના ડાયેટ ચાર્ટ જ‚રી બને છે તેની વિગતો નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા આપવામાં આવી હતી. આજે લોકો સુડોળ શરીરથી આકર્ષક દેખાવ જમાવવા માટે વિવિધ પ્રકારની દવાઓ, કસરતો અને જીમ જોઈન્ટ કરતા હોય છે ત્યારે ઘણી વખત એવી બનતું હોય છે કે, દવા લેતી વખતે શરીરમાં ફેર દેખાઈ પરંતુ દવા કે કસરત બંધ કર્યા બાદ લોકોએ તેની સાઈડ ઈફેકટનો ભોગ બનવું પડતું હોય છે.

Advertisement

મેદસ્વીતા મોટાભાગના લોકોની સમસ્યા છે જે તેમના બાહ્ય દેખાવ જ નહીં પરંતુ માનસ ઉપર પણ અસર કરે છે. માટે આ સેમીનારના આયોજનમાં એમઝેડ ફીટનેસ સેન્ટરના ટ્રેનર ડો.મુલરાજસિંહ ઝાલા, ડાયટીશીયન પૂજા કગથરાએ લોકોને ફૂડ હેબીટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.Vlcsnap 2019 01 28 09H20M28S107ડો.કાર્તિક સુતરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બેરીયાટ્રીક સર્જરી, મેદસ્વીતા વધતી જતી જેવી તમામ સમસ્યાઓનું નિવારણ છે. આ સર્જરીના માધ્યમથી વજન વધારી કે ઘટાડી પણ શકાય છે. આ સર્જરીની સૌથી મોટી ખાસીયત છે કે, એનાથી લોકોને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેકટની તકલીફ રહેતી નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.