Abtak Media Google News

1970માં પ્રથમ ફિલ્મ ‘સાવન ભાદો’ બાદ રેખાને તેના ભરાવદાર શરીરને કારણે કોઇ નિર્માતા લેવા તૈયાર ન હતા. સૌ કોઇ તેના બેડોળ, ભદ્ર શરીર, નાક, ચહેરોને તેની હેરસ્ટાઇલ લુકને કારણે હિરોઇન તરીકે લેવા નહોતા માંગતા ત્યારે માત્ર ‘ઇચ્છાશકિત’ ના બળે જ રેખાએ યોગ, પોષક આહાર સાથે સખત મહેનત કરીને પોતાનું ગ્લેમરસ લુક બનાવ્યું  પાંચ-છ વર્ષમાં નાની મોટી ફિલ્મો કરતાં જ ‘મુકદર કા સિકંદર’ ફિલ્મમાં અભિયન કરીને પોતાના શરીરનાં નવા લુક સાથે જોવા મળતાં જ બાદની તમામ ફિલ્મો હિટ જતા તે બોલીવુડની ટોચની હિરોઇન બની ગઇ હતી. આજે 66 વર્ષે પણ તમામ અભિનેત્રી ઝાંખી પાડી દેતું તેનું રૂપ પ્રબળ ઇચ્છા શકિતનું જ પરિણામ છે. તેણે આપેલા ઘણા બોલ્ડ સીન્સમાં તે ઘણી ગ્લેમરસને આકર્ષક લાગતી હતી. આજની અભિનેત્રીએ રેખા પાસેથી પોતાનું શરીર કેમ જાળવવું તે શિખવાની જરુર છે.

અભિનેત્રી રેખા કોના નામનું સિંદૂર લગાવે છે? આનો જવાબ બહું ઓછાને ખબર હશે. 2019માં રેખાની બાયોગ્રાફી “રેખા ધ અનટોલ્ડ સ્ટોરી” આ પુસ્તક યાસિર ઉસ્માનીએ લખ્યું છે. રેખા બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી છે. આજે 66 વર્ષે પણ યુવાન સ્ત્રી શરમાવે તેવુ રૂપ અને સ્ટેમીના છે.

બોલીવુડ સાથે જોડાયેલ લગભગ દરેક વ્યક્તિ કોઇને કોઇ વિવાદનો શિકાર બન્યા છે. તો આમાંથી રેખા કેમ બચી શકે? તેમનું નામ પણ ઘણાં વિવાદોને કારણે ચર્ચામાં આવ્યું હતું. રેખા ફિલ્મી દુનિયા સિવાય પોતાના વ્યક્તિ જીવનમાં પણ વિવાદોથી ઘેરાયેલી હોય છે. તેના બાયોગ્રાફી પુસ્તકમાં આ રેખા વિશે ઘણી જાણી-અજાણી વાતો સાથે પ્રશ્નોના જવાબો પણ અપાયા છે. એક સવાલ રેખા વિશે એવો છે કે જે સૌને એનો જવાબ જાણવો છે અને તે છે રેખા કોના નામનું સિંદૂર લગાવે છે?

જાણીતી અભિનેત્રી રેખાનું અસલ નામ ભાનુ રેખા ગણેશ છે. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ મદ્રાસ ખાતે થયો હતો. અભિનેતા જેમની ગણેશન અને અભિનેત્રી પુષ્પવલીની પુત્રી થાય છે. રેખાએ તેમની ફિલ્મ પાત્ર બાળક કલાકાર તરીકે તેલુગુ ફિલ્મોથી કરી હતી. ઇંતીગુટ્ટુ (1958) રંગુલારત્નમ (1966)માં બાળ ભૂમિકા બાદ અભિનેત્રી તરીકે ‘ઓપરેશન જેકપોટ’ સી.આઇ.ડી. 99981969માં તેલુગુ ફિલ્મ આવી.

હિન્દી ફિલ્મ 1970માં ‘સાવન ભાદો’ આવી જેમાં તેમાં તેના પહેલા હિરો નવિન નિશ્ચલ હતા. પ્રથમ ફિલ્મો સફળ રહ્યા બાદ તેના દેખાવ -વજન-સાથે અખબારોમાં છવાયેલી રહેતી હતી. બાદમાં તેના વીક પોઇન્ટમાં સુધારો કરીને ઘણી મહેનત કરી જેનો યશ તેમને 1978માં આવેલી ‘મુકદર કા સિંકદર’થી મળ્યો હતો. 1980 થી 1990ના દાયકામાં તેની આવેલી તમામ ફિલ્મો સુપર ડુપર હીટ રહી અને તે બોલીવુડની ટોચના હિરોઇન બની ગઇ હતી.

1980માં આવેલી ‘ખૂબસુરત’ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આગાળની બસેરા, એક હી ભૂલ, જીવન-ધારા-અગર તુમના હોતેમાં તેના અભિનયની ચોમેર પ્રશંસા થવા લાગી હતી. આર્ટ ફિલ્મો-સંગીત નૃત્ય અન્વયેની ફિલ્મોમાં પણ તેમને શ્રેષ્ઠ અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા હતા જેમાં કલયુગ-વિજેતા-ઉત્સવ-ઉમરાવજાનમાં શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. ઉમરાવજાનમાં તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. 1988માં આવેલી મહિલા કેન્દ્રીત ફિલ્મ સાથે નવા વલણોની ફિલ્મોમાં પણ તેને પોતાની અભિનય ક્ષમતા સિધ્ધ કરી જેમાં ‘ખૂન ભરી માંગ’માં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

અભિનય ઉપરાંત રેખાએ 2012થી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે. તેમનું ખાનગી જીવન અને જાહેર છબીઓ વારંવાર મિડિયાની ઋચી અને ચર્ચાનો વિષય બન્યો છે. માર્ચ 1990માં દિલ્હીના ઉદ્યોગપતિ અને ટેલિવિઝન ઉત્પાદક મુકેશ અગ્રવાલ સાથે લગ્ન થયાં જે માત્ર 7 મહિના ચાલ્યા હતાં. તેમના પતિનું આત્મહત્યા દ્વારા મરણ થતાં તે એકલી પડી ગઇ હતી. 1970ની સાલમાં અસંખ્ય સફળ ફિલ્મોમાં અમિતાભ વિરુધ્ધ તેની જોડી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અટકળો સાથે તેમની અભિનીત ફિલ્મ ‘સિલસિલા’ (1981)માં આવી હતી જે મિડિયા અનુમાનોનું પ્રતિબિંબ હતું.

રેખા હમેંશા વિવાદોથી ઘેરાયેલી હોવાથી તે ઇન્ટરવ્યુ આપવા અને જીવન વિશે ચર્ચા કરવામાં અનિચ્છા બતાવે છે. એક સમયે 1973માં અભિનેતા વિનોદ મહેરા સાથે લગ્ન થયાની પણ અફવા ઉડી હતી. 2004માં સીમી ગેરેવાલ સાથેની ટીવી ટોકમાં તેને આ વાત ખોટી છે તેમ જણાવેલ હતું.

1970માં દાયકાનું ભરાવદાર શરીરમાંથી યોગ-પોષક આહાર અને નિયમિત શિસ્તબધ્ધ જીવન શૈલીથી બદલાવ કરી ખૂબ જ સુંદર શરીર બનાવ્યું હતું. તેઓ નૃત્ય સારૂ જાણતી અભિનેત્રીઓમાં સૌથી ટોચે છે. રેખાને કોઇ સંતાન નથી. તેમના ઘણી ફિલ્મોના અભિનયથી અન્ય અભિનેત્રીઓ પણ ચોંકી ઉઠી હતી. આજે પણ 66 વર્ષે રિયાલીટી ટીવી શોમાં ગેસ્ટ તરીકે આવે છે કે એવોર્ડ ફંક્શનમાં આવે ત્યારે તમામ અભિનેત્રી ઝાંખી પાડી દે તેવી સ્વરૂવાન લાગે છે.

તેમના પતિ મુકેશ અગ્રવાલના મૃત્યુ બાદ તેમનું નામ વિનોદ મહેરા-સંજય દત્ત સાથે જોડાયું હતું. રેખા-અમિતાભની જોડી તો બોલીવુડની નંબર વન ગણાતી જોકે જયા બચ્ચનને કારણે અમિતાભે દૂરી નિભાવી હતી. એક સમયે રેખા અંદરથી સાવ ભાંગી પડી હતી. આ બધી હકિકતોને રેખાએ પ્રત્યક્ષરૂપથી આ વાત સ્વિકારી નથી, પરંતુ એક સત્યએ પણ છે કે તેમણે ક્યારેય આને ના પણ પાડી નથી. જો કે ફિલ્મ લાઇનમાં આવુ ચાલ્યા જ કરે છે ને એકબીજા નામો જોડીને ગોંસીપ ચલાવી રાખે છે.

એક સમય એવો હતો કે રેખાના નામની બોલીવુડમાં ચોમેર ચર્ચા થતી હતી. તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતાં. તેની પ્રથમ ફિલ્મથી જ તે અભિનેત્રીની ઓળખ બનાવી ચુકી હતી. આ અભિનેત્રીના જીવનમાં પતિ સુખ ક્યારેય મળ્યું નહીં. રેખાએ તેની બોલવુડ યાત્રામાં 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

આજે રેખા એકલવાયુ જીવન જીવે છે. રેખાએ તેની ફિલ્મી સફરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ તેમાંથી કેટલીક ફિલ્મો તેના અભિનયને કારણે આજે પણ લોકો યાદ કરે છે. જેમાં સાવન ભાદો-નમક હરામ-ખૂબસુરત-મુકદર કા સિંકદર- સિલસિલા- ખૂનભરી માંગ- ફુલ બને અંગારે- ખિલાડીયો કા ખીલાડી જેવી ફિલ્મો તેની યાદગાર છે.

66 વર્ષે પણ યુવા લાગતી અભિનેત્રી રેખા પોતાના ડાયટ સાથે જીવનશૈલીમાં બહુ જ કાળજી લે છે. 7 કલાકની પૂરી ઉંઘ અને આખા દિવસમાં 10-12 ગ્લાસ પાણી પીવે છે. જેને કારણે તેની સ્કીન ચમકદાર લાગે છે. તેમના ગ્લોઇંગ ફેસનું આજ રહસ્ય છે. તાજી શાકભાજી-દહીં-સલાડને ભોજનમાં લે છે. તે ચોખા ખાતી નથી પણ રોટલી જરૂર ખાય છે. તેલને એવોઇડ કરે છે. તેની સ્વાસ્થ્ય પરની દરકાર જ તેને હમેંશા ફીટ અને હીટ રાખે છે.

સદાબહાર ખૂબ સુરત અભિનેત્રી રેખા બોલીવુડની ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રીના રૂપમાં ઓળખાય છે. તેમણે પડદાની જીંદગી અને અસલ જીંદગીમાં આ મુકામ પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે. ચાર વર્ષની વયે જ કેમેરા સાથે સંબંધ જોડનારી રેખાની જીંદગી સંઘર્ષ અને સફળતાની રોચક વાર્તા જેવી છે.

1981 અને 1988માં શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર અને 1997માં સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આજે 66 વર્ષે પણ તેની તોલે કોઇ અભિનેત્રીના આવે તેટલી જાજરમાન છે. ભાડાની આવક અને રાજ્યસભામાંથી પગારની આવકમાં સાદગીપૂર્ણ જીવન શૈલીથી જીવન જીવે છે. જરૂરી હોય તેટલો જ ખર્ચ કરીને સાદુ જીવન જીવે છે. ટીવી શો-એવોર્ડમાં પણ તેને સારી આવક મળે છે. બિહાર સરકારે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતાં. શરૂની ફિલ્મો બાદ નવી ફિલ્મો ન મળતા તેને પોતાનું લુક બદલીને 1976માં ‘દો અન્જાને’ ફિલ્મ સાથે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

રેખાએ ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન્સ પણ આપ્યા

બોલીવુડ જગતની સદાબહાર અભિનેત્રી તરીકે ઓળખાતી રેખાએ 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ લાખો ચાહકોના દિલ પર પોતાની સુંદર-ગ્લેમરસ-બોલ્ડ અંદાજથી રાજ કરે છે. તેમને એકથી વધુ પાત્રો ભજવ્યા જે આજે પણ લોકોના મનમાં યાદ છે. તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું સાથે ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન્સ પણ આપ્યા છે. જેને કારણે તે સતત હેડલાઇન્સમાં ચમકતી રહી છે. આવી ફિલ્મોમાં કામસુત્ર-આસ્થા-ઉત્સવ-ખુનભરી માંગ- ખિલાડીઓ કા ખીલાડી- પ્રાણ જાયે પર વચન ન જાયે જેવી ફિલ્મો મોખરે હતી. રેખાને 1981-1988 અને 1997માં બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. બિહાર સરકારે બ્રાન્ચ એમ્બેસેડર બનાવ્યા હતા. લગભગ બધા જ કલાકારો સાથે કામ કરેલ અભિનેત્રી રેખાની જોડી અમિતાભ બચ્ચન સાથે ખૂબ જામી હતી. જેને આજે પણ લોકો યાદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.