Abtak Media Google News

હમેંશાથી કહેવાય છે કે સાચો પ્રેમ બસ એકવાર જ થાય છે અને પહેલો પ્રેમ જેટલો સાચો અને પ્રેમવાળો હોય તેવા કોઇ બીજો અહેસાસ નથી હોતો. પરંતુ તાજેતરમાં જ એક સર્વેના પરિણામો જોતા કંઇક આવું જાણવા મળ્યું હતું. બ્રિટનમાં ૨૦૦૦ વ્યક્તિને સાથે રાખીને સર્વે હાથ ધરાયો હતો. અને આ પ્રકારે વાત સામે આવી હતી. કે સાતમાંથી એક વયસ્ક વ્યક્તિનું માનવું હતુ કે કોઇપણનો વર્તમાન પાર્ટનર, સાથી કે પતિ કે પત્ની તેના જીવનનો સાચો પ્રેમ નથી હોતો. સર્વેમાં ઉપસ્થિત ૧૭% લોકોનું કહેવુ હતું કે તેને પોતાના હાજર સાથીને મળ્યા બાદ જીંદગીથી પ્રેમ થવા લાગ્યો છે જ્યારે ૪૬% લોકો જરુરત પડે. ત્યારે પોતાના સાથીને છોડવા સુધી તૈયાર હતા. આ સર્વેની સૌથી ખાસ વાતએ રહી હતી કે એમાં ભાગ લેવાવાળા પુરુષ પોતાના પાર્ટનર પ્રત્યે મહિલાઓથી વધુ વફાદાર હતા. સર્વેમાં હાજર રહેલા ૩૭% પુરુષોનું કહેવું હતું કે તે જીવનભર પોતાના પાર્ટનર કે પત્ની સાથે રહેવા માંગે છે. એ બહુજ ચિંતાજનક વાત છે કે લગ્ન કરવા અને વર્ષો સુધી સાથે રહ્યા બાદ પણ લોકોને પોતાના પાર્ટનર સાથે જીવનનો સાચો પ્રેમ જ થઇ નથી શકતો. લગ્ન કર્યા પછી પાર્ટનર સાથે સાચો પ્રેમ કરી નથી શકતા સંબંધમાં જોડાયેલા હોય તો તેના માટે એ સમજવું ખૂબ જ મુશ્કેલ થાય કે કોને સાચો પ્રેમ કરે છે.

Advertisement

તે સિવાય આ અધ્યયનમાં એ પણ સામે આવ્યુ છે કે ૨૦% લોકોનું જીવનમાં ઓછામાં ઓછુ ૪-૫ વાર દિલ ટુટ્યુ છે તો આમ સર્વેના પરિણામ સ્વરુપ વૈજ્ઞાનિકો અને અધ્યયનકર્તાઓનું કહેવું છે કે પુરુષઅને સ્ત્રી બંનેને પોતાના જીવનમાં ઓછામાં ઓછું બે વાર તો સાચો પ્રેમ થાય જ છે.તે વિચારવું એ રહ્યું કે તમે જીવનમાં કેટલીવાર સાચો પ્રેમ કર્યો છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.