Abtak Media Google News

નેલ પોલીશનો રોજનો ઉપયોગ કરવા વાળી સ્ત્રી થઇ જાવ સાવધાન કારણ કે નેલ પેન્ટ જેટલા તમારા નખને સુંદર બનાવે છે એટલુ જ તેનો અતિ ઉપયોગ તમારા નખને નબળા બનાવે છે નેલ પેન્ટથી તમે તમારા નખને તો સુંદર દેખાડો છો પરંતુ તેનો લગાતાર ઉપયોગ તમે કરો છો તો સાવધાન થઇ જાઓ. કારણ કે એ થોડી વારની ખુબ સુરતી આગળ જતા તમારા નખને ખૂબ નુકશાન પહોંચાડી શકે છે. રોજ નેલ પોલીશ લગાવતા રહેવાથી નખને આરામ નથી મળતો જેનાથી તેનું પળ પાતળું થઇ જાય છે તેમજ અવિરત નેલ પેન્ટથી નખ ઉપર એક કવર થાય છે જેના કારણે નખને હવા પાણી નથી મળી શકતા અને નુકશાન થાય છે તેથી થોડા થોડા સમાયાંતરે નેલ પેન્ટ કરવા જોઇએ. રોજ ૧૦-૧૫ મીનીટ માટે પોતાના નખને ગરમ પાણીમાં ડુબાડી રાખો જેથી તે હાઇડ્રેટ થાય. તમારે બદલી બદલીને તેના માટે અચુક તમે નેલ રીમુવરનો જ ઉપયોગ કરશો. નેલ પોલીશ રીમુવરમાં એસિટોન રહેલું હોય છે જે નખમાં રહેલાં નેચરલ ઓઇલ અને ભેજને સોશી લે છે. જેનાથી નખની આસપાસની ચામડી પણ સુકી થઇ જાય છે. અને જો ઉખડી જા તેવી નેલ પોલીસને નખથી ખેતરવામાં આવે તો નખની ઉપરનું તેનું સુરક્ષાનું પડ પણ ઉખડવા લાગે છે.

જેનાથી નખની ગુણવત્તા ઘટે છે. બેઇઝ કોટ વગર લગાવેલી નેલ પોલીસથી પણ તમારા નખ પીડા પડી જાય છે. એટલે એ પીળા ડાઘાથી બચાવ હમેંશા બેઇઝ કોટ લગાવવો. સસ્તી નેલ પોલીશમાં એવા કેમિકલ હોય છે જે તમારા નખને ડ્રાય બનાવે છે એટલે એવી નેેલ પોલીશનો ઉપયોગ કરો જેમાં ઓછા કેમિકલ હોય. બજારમાં વિટામિન વાળી નેલ પોલીશ પણ મળે છે જે નખને પોષણ આપી સ્વસ્થ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.