Abtak Media Google News

અત્યાર સુધી એવું માનવામાં આવતુ હતુ કે માત્ર વધુ ફેટ વાળુ ખાવાથી વહેલુ મૃત્યુ થવાનો ભય રહે છે. પરંતુ હવે એક રિસર્ચમાં ઠીક તેનું ઉંધુ પરિણામ જોવા મળ્યું છે. જેમાં લો ફેટ ડાયેટ સમયથી પહેલા મૃત્યુ નોતરે છે. આ સ્ટડીમાંં જોવા મળ્યુ છે કે જે લોકો પોતાના ભોજનમાં લો ફેટ લેતા હતા. એના જીવનની તુલનાએ ચીઝ,માખણ, પનીર જેવા ફેટવાળા ખાદ્ય પદાર્થ લેતા લોકોનું જીવન લાંબુ દર્શાવ્યુ હતું. આની પહેલાં નેશનલ હેલ્થ સર્વિસ ભોજનની ઓછી માત્રામાં ફેટનો ઉપયોગ કરવાની સલાહ આપી ચુક્યું છે.

જ્યારે NHSએ પણ ચેતવણી આપી હતી કે વધુ માત્રામાં ફેટ લેવાથી હદ્ય રોગનો ખતરો વધે છે આ રીસર્ચના એવા પરિણામ એટલા માટે આવ્યા છે કે જે લોકો ખાવામાં ફેટની માત્રા ઓછી કરે છે તે બ્રેડ, પાસ્તા, ભાત જેવી ચીજવસ્તુ લેવા પર જ નિર્ભર થાય છે. આ વસ્તુમાં કાર્બોડહાઇડ્રેડનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. એવી વસ્તુનું લગાતાર સેવન મૃત્યુને જલ્દી નોતરે છે. અને ૨૮% સુધી વહેલાં મૃત્યુનો ભય વધી જાય છે ફેટનો ઉપયોગ ઓછો કરવાથી કાર્બોહાઇડ્રેડની ઉપયોગમાં વધારો થાય છે અને આપણા રીસર્ચના પરિણામ દર્શાવે છે કે દક્ષિણ એશિયાઇ દેશોનાં લોકોમાં મૃત્યુ દર વધુ રહે છે જે વધુ ફેટ ખાતા નથી.

આ રીસર્ચ માટે ૫ મહાદ્વીપનાં ૧૮ દેશોના ૧ લાખ ૩૫ હજાર લોકોનું સર્વેેક્ષણ કરવામાં આવ્યુ હતું. આ શોધ લેટેસ્ટ પત્રિકામાં પણ પ્રકાશિત થઇ ચુકી છે. ડાયટમાં ફેટ ૩૫% સુધીની કેલેરી સ્વાસ્થ્ય માટે સ્વીટ સ્પોટ માનવામાં આવે છે. ત્યારે જમવામાં ૬૦%થી વધુ કાર્બોહાઇડ્રેક લેવાવાળા વ્યક્તિને મૃત્યુ જલ્દી થવાની સંભાવના વધી જાય છે. પુરુષોના સૈચુરેટેક ફેટ લેવાની લીમીટ ૩૦ ગ્રામ અને સ્ત્રીઓમાં ૨૦ ગ્રામ પ્રતિદિન હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.