Abtak Media Google News

હાથની સુંદરતાની વાત આવે ત્યારે યુવતીઓ હમેશા નતનવી નેઇલપોલિશ લગાડીને નેલ્સની સાથે હાથની સુંદરતામાં વધારો કરતી હોય છે. પરંતુ જ્યારે આ જ નખ વધતા જ ન હોય તો આપણે તેને સુંદર શેઇપ આપી શકતા નથી.

તેમજ હાથમાં ઓછી તેલ ગ્રંથી હોવાને કારણે આપણી આંગણીઓ બહુ જ‚રી જલ્દી સુકાઇ જાય છે અને રોજ ધૂળ અને માટીના સંપર્કમાં આવતા નખ ખરાબ તથા ઘણીવાર તૂટી પણ જાય છે. જેથી નખને સુંદર અને સાફ રાખવા માટે મેનીક્યોર કરવુ ખૂબ જરૂરી બને છે જો તમારે ઘરે જ આરામથી નખની સાર-સંભાળ કરવી હોય તો તે માટે જ‚રી વિધિ આ પ્રમાણે છે.

સામગ્રી :-

  • મિક્સ કરેલુ સૂર્યમુખીનું તેલ
  •  થોડુ બદામનું તેલ
  •  કેસ્ટર ઓઇલ
  • વિટામિન ઇ ઓઇલ
  • ઓલીવ ઓઇલ
  •  વિટામિન ઇ કેપ્સુલ

રીત :

સૌ પ્રથમ ઉપર જણાવેલ બધી સામગ્રીઓને એક સાથે મિક્સ કરીને માઇક્રોવેવમાં ૩૦ સેક્ધડ સુધી ગરમ કરો

  1. પછી તેમા વિટામિન-ઇ ની કેપ્સુલને તોડીને મિશ્રણમાં મિક્સ કરો અને ધ્યાન રાખો કે તેલ બહુ ગરમ ન થઇ જાય.
  2. હવે ધીરે-ધીરે તેલની અંદર આંગણીઓને ડુબાડીને રાખો જ્યાં સુધી તેલ ઠંડુ ન થઇ જાય.
  3. એકવાર મેનીક્યોર થયા બાદ આંગળીઓને બહાર કાઢો અને હાથને સાદા પાણી વડે ધોઇ લો. પછી હેન્ડ ટોવેલથી હાથ લુછી લો.બસ, થઇ ગયુ તમારુ હોમમેડ મેની ક્યોર.
  4. તમે તેને અઠવાડિયામાં બે વખત રાત્રે ઉંઘતા પહેલા કરી શકો છો. તે સિવાય યાદ રાખો કે ઉંઘતા સમયે પોતાના હાથને મોઇશ્ર્વરાઇઝરથી પણ મસાજ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.