Abtak Media Google News

લાખથી થી ઓછી આવક ધરાવતા કુટુંબો ફોર્મ ભરી શકશે: બીએચકેના લાખ, બીએચકેના. લાખ કુલ ૧૫૬૮ ફલેટ

 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ (‚ડા) દ્વારા વાર્ષિક ૩ લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે ઇડબલ્યુએ-૧ અને ઇડબલ્યુએસ-ર કેટેગરીના ફલેટ બનાવવામાં આવનાર છે. જેના ફોર્મ વિતરણનો આજથી પ્રારંભ થયો છે. શહેરીની એચડીએફસી બેંકની શાખાઓમાં વિતરણ થઇ રહેલા ફોર્મને મેળવવા માટે લકોનો ભારે ધસારો જોવા મળ્યો છે.‚ડાની આ આવાસ યોજના લડબલ્યુએસ.-૧ અને ઇડબલ્યુએસ-ર એમ બે પ્રકારના ફલેટ બનાવવામાં આવશે. ઇડબલ્યુએસ-૧ ૧બીએચકે હશે અને ઇડબલ્યુએસ-ર ર બીએચકે હશે રાજકોટ શહેર તથા ‚ડાના પર ગામો પૈકીના રહેવાસી હોય અને પોતાના કે કુટુંબના સભ્યના નામે સમગ્ર ભારત દેશમાં પોતાની માલીકીનું આવાસ કે પ્લોટ ધરાવતા ન હોય તેવા આસામીઓ આવાસ માટે અરજી કરી શકશે. તા.૨૫ સપ્ટેમ્બર સુધી ફોર્મ મેળવી શકાશે. જે ભરીને તા.ર૮ સપ્ટેમ્બર સુધીમાં પરત કરવાનું રહેશે.અરજદારે નિયત અરજી ફોર્મ ફી ‚ા ૧૦૦ કે જે નોન રીફન્ડેબલ છે તે ભરીને ફોર્મ એચડીએફસી બેંકની રાજકોટ શહેરની કોઇપણ શાખામાં જમા કરાવવાનું રહેશે. પ્રથમ હપ્તા સાથે ભરેલ ફોર્મ સ્વીકારવાની આખરી તા.૨૮ સુધીની રહેશે. પ્રથમ હપ્તાની રકમ ઇડબલ્યુએસ-૧ અરજી સાથે ‚ા ૧૦ હજાર તેમજ ઇડબલ્યુએસ-ર અરજી સાથે ‚ા ૨૦ હજાર રોકડ ડીડીકે પે ઓર્ડર થી સ્વીકારવામાં આવશે. ઇડબલ્યુ-૧  ‚ડાની ટીપી સ્કીમ નં.૧૭, ફાઇનલ પ્લોટ નં.૭૩ તેમજ ઇડબલ્યુએસ-ર ‚ડાની ટીપી સ્કીમ નં.૧૭ ફાઇનલ પ્લોટ નં. ૭૯ મુંજકા-કાલાવડ રોડ ખાતે બનાવવામાં આવશે.બંને પ્રકારના ફલેટની સંખ્યા ૭૮૪ છે. આમ કુલ ૧૫૬૮ ફલેટ બનાવવામાં આવશે. ઇડબલ્યુએસ-૧ નો કાર્પેટ એરીયા ૨૮ ચો.મી. તેમજ ઇડબલ્યુએસ-ર નો કાર્પેટ એરીયા ૩૯.૯૭ ચો.મી. રહેશે. ફોર્મની કિંમત નોન રેફન્ડેશન ‚ા ૧૦૦ રાખવામાં આવી છે. આવાસ પર રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી કુલ ‚ા ૩ લાખની સહાય મળશે જેથી ઇડબલ્યુએસ-૧ માટે ૩ લાખ  અને ઇડબલ્યુએસ-ર માટે ‚ા ૫.૫૦  લાખ લાભાર્થીએ ચુકવવાનાં રહેશે. જો રજુ થયેલ અરજી ફોર્મ પૈકી માન્ય થયેલ અરજીઓની સંખ્યા નિર્માણ પામનાર આવાસોની સંખ્યા કરતા વધુ હશે તો આ આવાસોની ફાઇવણી ‚ડા નકકી કરે તે રીતે કોમ્પ્યુટર ડ્રો પઘ્ધતિથી કરવામાં આવશે.ડ્રોમાં ફલેટ એલોટ થયા બાદ અરજદાર જો ફલેટ રદ કરવા અરજી કરશે તો અરજી સાથે ભરેલ પ્રથમ હપ્તાની રકમ પરત આપવામાં આવશે નહી આ અંગેની વધુ વિગત ‚ડાની કચેરી ખાતેથી મેળવી શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.