Abtak Media Google News

રોડ ઉપર ફૂટપાથો ઉપર થયેલ દબાણો હટાવવા તંત્ર કુંભકર્ણની નિંદરમાં :  શહેરના સ્મશાન રોડ, ત્રણ કમાન, ગાભા બજાર, કટલેરી બજાર, ભાદર રોડ સહિતના વિસ્તારોમાં રોડ અને ફૂટપાથો ઉપર ખૂલ્લેઆમ દબાણ

ઉપલેટા શહેર સ્ટેશનમાં એક સારૂ‚ અને રળીયામણું શહેર હોવાનું ગૌરવ ધરાવે છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી જારે તંત્રની મીઠી નજર નીચે રાહદારીઓ અને શહેરીજનોને માથાના દુ:ખાવા ‚રૂપ સમાન શહેરના સ્મશાન રોડ, ત્રણ કમાન, ગાભા બજાર, ભાદર રોડ, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં ખૂલ્લે આમ અર્ધા રોડ ઉપર રેકડીઓ અને ફૂટપાથો ઉપર દબાણ કરી બેઠેલા શખ્સો સામે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી તેવો સવાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.

શહેર છેલ્લા ૧૦ વર્ષથી તંત્ર વાહકોની સારી અને સુંદર કામગીરી વિકાસ ત્રે હરણફાળ પ્રગતી કરી રહ્યું છે. પણ સોનાની થાળીમાં લોઢાની ફ્રેમ સમાન કુટેવત ને ઉપલેટામાં દબાણ કરી બેઠેલા શક્સોએ સાચી પાડી છે. શહેરમાં વેપારીઓની છાપ ધરાવતા પણ લોકો ખૂલ્લેઆમ રોડ રસ્તા અને ફૂટપાથો પર દબાણો કરીને બેઠા છે. ત્યારે તંત્ર વાહકોની જાણે મીઠી નજર હોય તેવું સ્પષ્ટ ચીત્ર ઉપશી રહ્યું છે. ત્યારે ઉપલેટા નગરપાલીકા દ્વારા વિશ્ર્વ રોડ ઉપર થઈને કટલેરી બજારમાં જવાના રસ્તાઓ જૂની કટલેરી બજાર જે ગાભા બજારના નામે ઓળખાય છે. તે વિસ્તાર ભાદર રોડ, ત્રણ કમાન, પોરબંદર રોડ સહિતના વિસ્તારોમાં અર્ધા રોડ દબાવીને બેઠેલા શખ્તો અને વેપારીઓ દ્વારા દરરોજ સવારથી સાંજ સુધીતેમજચ અમુક વેપારીતો બારેમાસ જાણે ઘણની જગ્યા હોય તે રીતે જાહેરમાં પોતાના માલ ખડકીને બેઠા છે. ત્યારે આવા શખ્સો સામે નગરપાલીકા કેમ લાજ કાઢી રહ્યું છે. તેવો સો મણનો સવાલ નાગરીકોમાંથી ઉઠી રહ્યો છે. જયારે ત્રણ કમાન વિસ્તારમાં એક શખ્સ જાહેરમાં અર્ધા રોડ ઉપર નોનવેજ ની રેકહી રાખી ઉભો છષ. ત્યારે આવા શખ્સ શું ને તંત્ર વાહકોની બીક લાગે છે કે તેની મીઠી નજર નીચે ચાલે છે. તેવો જાગૃત નાગરીકોમાં સવાલ ઉઠવા પામ્યો છે. ત્યારે શહેરનો વિકાસ દબાણને કારણે ‚ંધાય નહિ તેમાટે આવા દબાણ દૂર કરી રાહદારીઓ અને જનતા માટે ખૂલ્લા કરવા તંત્ર વાહકો એ કોઈ પણ જાતની શેહ શરમ રાખ્યા વગર થાય આવવું જોઈએ તેવી લોકોમાં માગ ઉઠવા પામી છે.

Gujarat News | Upleta
Gujarat news | Upleta

શહેરનું સૌથી શરમજનક દબાણ

શહેરમાં જો સૌથી વધુ શરમજનક દબાણ હોય તો ભાદર રાષડ ઉપર આવેલ ત્રણ કમાન વારી ગલીમા છે. આ ગલીમાં એકમાથાભારે શખ્સે અર્ધો રોડ ઉપર સંજરી ચીકન નામની નોનવેજની લારી રાખી છે તે પોતાની ધાકથી ધંધો કરી રહ્યો છે. આ રોડ ઉપર કોઈ રાહદારીને નિકળવું મુશ્કેલ છે. અનેક વખત આ સ્થળે માથાફૂટના બનાવો બનવા પામેલ છે.

સર ભગવતસિહજીનું સ્વપ્ન રોળાયું

ગોંડલ સ્ટેટના રાજા અને જેને ઉપલેટા શહેર પ્રત્યે ભારે લગાવ તેવા સર ભગવત સિંહજી બાપુએ આગલા ૧૦૦ વર્ષનો વિચાર કરી ઉપલેટા શહેરના રોડ રસ્તા બનાવેલા હતા. રાહદારીઓ માટે શહેરની બંને બાજુએ આઠ આઠ ફૂટની ફૂટપારી ચાલવા માટે રાખેલ પણ હાલના સમયમાં તંત્ર વાહકોના કારણે માત્ર ફૂટપાથ કાગળ ઉપર જ જોવા મળે છે. ત્યારે સરભગવતસિંહજી બાપુનું સ્વપ્ન રોળાયું છે.

દબાણ સામે હાઈકોર્ટ એક માત્ર ઉપાય

સુંદર શહેરમાં બાધારૂપ બનતું દબાણ જો તંત્ર વાહકો દ્વારા નહિ હટાવવામાં આવે અને હટાવ સમયે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે તો ધોરાજી શહેરની જેમ ઉપલેટાના જાગૃત નાગરીકો હાઈકોર્ટના દ્વારા ખખડાવવા જનતાના પ્રશ્ર્નનું નિરાકરણ લાવશે.

પ્રતિજ્ઞાઓનો ખૂલ્લેઆમ ભંગ

છેલ્લા વર્ષોથી વિવિધ બાબતો ઉપર જાહેરમાં ભેગા થઈ વિવિધ બાબતોમાં ઉપર પ્રતિજ્ઞા લેવાનો એક સ્ટેટ સીમ્બોલ થઈ ગયો હોય તેવું શહેરમાં દેખાઈ આવ્યું છે. શહેરનાં બાવલા ચોકમાં આવલે મહારાજા ભગવતસિંહજીની પ્રતિમા પાસે તેના મૃત્યુ અને જન્મ તિથિ નિમિતે જાહેરમાં પ્રતિજ્ઞાઓ લેવાય છે. તેમાં શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો પણ જોડાય છે. અને શરભગવતસિંહના સ્વપ્ન મુજબ શહેરની જાળવણી થાય તેવી પ્રતિજ્ઞાઓ લેવાય છે. ત્યારે આવા પ્રતિજ્ઞા લેનારાઓ શા કારણે બાપુએ બનાવેલી ફૂટપારી ઉપર દબાણ કરી રહ્યા છે.

પાલીકાની નિષ્ઠા દબાણકારો સામે વિકલાંગ?

ઉપલેટા શહેરની નગરપાલીકાનો વિકાસ અને વહીવટ નમુનેદાર જોવા મળ્યો છે. આને કારણે સરકાર દ્વારા વખતો વખત ઈનામો અને મેડલો મળ્યા છે. નગરપાલીકાની નીચે આવતી તમામ શાખાઓમાં નિષ્ઠા પૂર્વક અને પ્રમાણીકતાથી કામ થઈ રહ્યું છે. ત્યારે શહેરના દબાણમાં કેમ પ્રમાણીકતા કે નિષ્ઠા જળવાતી નથી તેવા સવાલ નગરજનોમાંથી ઉઠવા પામ્યો છે.

ફૂટપાથો રાહદારીઓ માટે કે દબાણકારો માટે?

શહેરમાં છેલ્લા બે દાયકામાં રોડ રસ્તામાં કોઈ પહોળાઈ જોવા મળી નથી ત્યારે છ વિલર વાહનો અને ફોર વિલર વાહનોમાં રાત દિવસ વધારો થતો રહ્યો છે. યારે આવા સમયે રાહદારીએ સલામતીથી ચાલવા માટે ફૂટપાથો અતિ મહત્વ સાબીત થાય તેમ છે. પણ શહેરમાં તો જાણે ફૂટપાથો પોતાની ઘરની માની ને બેઠેલા શખ્સો દ્વારા ખૂલ્લે આમ દબાણો કરી વર્ષે લાખો કરોડો રૂપીયા કમાઈ રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.