Abtak Media Google News

અંગ્રેજમાં કહેવત છે કે “એકસેસ ઇઝ ઇન્જુરિયસ

ગુજરાતીમાં પણ કહેવત છે “અતિને ગતિ નહી….

યુઘ્ધમાં વિજય મેળવીને નેપોલિયન પેરિસના મહેલમાં પાછા ફર્યા તે વખતે કેટલાક માણસોએ એમનો સત્કાર ગાઠવ્યો, અને વિનંતી કરી કે ‘આપ જરા મહેલમાંથી બહાર પધારો…’નેપોલિયને કહ્યું, ‘છિલ છિ મારલ સત્કાર શા માટે ?’

‘તમે વિજયી બન્યા તે બદલ તમારો સત્કાર કરવા અને તમારા ઉપર વારિ જવા અને અભિનંદનની વર્ષા વરસાવવા લોકો આવ્યા છે… વારિ જવા એટલે ઓવારણાં લેવાં ફૂલ ડે વધાવવા!.. બહાદુરીની સ્તુતિ કરવા, પ્રશસ્તિ કરવા…. વાહે  વાહ કરવા !’

તો એમને પાછા મોકલો. સિંહ ગર્જના કરે છે તે શું માનપત્ર મેળવવા અને પોતાના વખાણ સાંભળવા કરે છે? મારા જેવા માણસ લડે અને જીતે, એમાં માનપત્ર શાનું ? હા મારી માતા હરખાય અને હું એને ચરણે પડું ને નમું એ શોભે, પણ પેરિસવાસીઓ મને માન પત્ર આપે,

એ તો ઉલ્ટી ગંગા જેવું થાય! પેરિસની ભૂમિમાં હું જન્મ્યો પોષણ પામ્યો અને સૈનિક બન્યો. એને લીધે હું પેરિસની પ્રજાનો અને પેરિસની ધૂળ-માટીને રંગે રગે ઋણી છું જીત એમની છે ને માનચાંદ – માનપત્ર મને? મને એ ન ખપે ‘પણ આટલા બધા લોકો તમને હોંશે હોંશે મળવા આવ્યા છે એમને મળાવ તો બહાર પધારો’

નેપોલિયને વિનમ્રતાથી એમને જણાવી દીધું, હું તમારી લાગણીની કદર ક‚ છું પરંતુ મને મારી માતાએ શીખવ્યું છે કે જે લોકો આજે તને ફૂલોથી વધાવશે એ જ લોકો તને ગિલોટિન (ફાંસી) પર ચડાવશ. કશું બાકી નહિ રાખે ! બહુ શાબાશીના રવાડે ન જ ચડજે… હાર જીત તો સ્થિતિ સંજોગોને આધીન હોય છે. એ બન્નેને સ્વસ્થ ચિત્ર જીરવી લેવા અને નિર્માની રહેવાની ટેવ પાડવી.. આ શીખામણ આખી માનવજાતને લાગે પડે છે !

આપણે દેશ હજુ આતંકવાદ સામેના યુઘ્ધની આંટીધૂંટીઓમાંથી અને ભૂલભૂલામણીમાંથી પસાર થઇ રહ્યો છે. પાકિસ્તાનને બધી રીતે ખોખ‚  કરી નાખવાનું અને તે ફરી માથું ન ઉંચકી શકે એવી રીતે એની પાંખો કાપી નાખવાનું આપણા દેશનું લક્ષ્ય છે, જેને વહેલી તકે સિઘ્ધ કરવું

જ પડે એવી સ્થિતિગતિ છે…. ચીન દગાખોર નીવડી ચુકયું છે અને ‘પીળી ચામડી’નો ભરોસો ન કરવો એમ સરદાર પટેલ કહી ચુકયા છે.આપણા દેશના અનુભવો દર્શાવે છે કે આપણા માટે ચીન તથા પાકિસ્તાન છૂપા શત્રુનો (ફનેઇક ઇન ધ ગ્રાસ) છે. આને લગતું એક દ્રષ્ટાંત છે.

બે પટેલની બે ભેંસો વિગાણી, જે ઊંધી ગયેલા તેમની તેમની ભેંસને પાડી આવી અને જે જાગતા હતા તેમની ભેંસને પાડો આવ્યો પરંતુ એ પટેલ ચાલાક હોવાથી તેમણે પાડાની જગ્યાએ પાડી લાવીને મૂકી દીધી. થોડીવારે પેલા પટેલ જાગ્યા ને પૂછયું, ભેંસને શું આવ્યું ? એ સાંભળીને બીજા પટેલે ચાલાકીપૂર્વક જવાબ આપ્યો કે, ‘જાગતાને પાડી અને ઊંધતાને પાડો’આ દ્રષ્ટાંત ભાપૂર્વક એવું સૂચવે છે કે, આપણા દેશે ચીન-પાકિસ્તાનની બાબતમાં પળે પળ જાગતા રહ્વા વિના અને સતત સાવધ રહ્યા વિના ચાલવાનું નથી.

પાકિસ્તાનની સામે આતંકીઓને ખોખલા કરવામાં અને યુઘ્ધના ધમકી ભર્યા હાંકલા પડકારામાં ભારત સરકારને મોંધેરો વિજય મળ્યો છે. અને તે શાબાશીનો અધિકારી છે. આ વિજયની સાથે જોડાયેલા વિજયવીરો પણ શાબાશીના અધિકારીઓ છે. એમની દેશભકિત ને અને બહાદુરીને લાખેણી સલામ તો પણ ‘ચેતતા નર સદાય સુખી’ એ કહેવત ગમે તેવી લડાઇ ઝગડા-તકરાર અને યુઘ્ધને જીતાડી આપે છે. કે એની અવગણના કરનારને હરાવી દઇ શકે છે.

માણસ માત્ર જવલંત વિજયમાં બેહદ ગુમાની બને છે. ઓવર કોન્ફીડન્સનું ધેન અને શાબાશીઓના અતિરેકનો કેન્દ્ર એને કમજોર બનાવ્યા વિના રહેતો નથી. પાકિસ્તાનની પેદાશ  સમા આતંકીઓ કાશ્મીરની ભૂમિ પર ભારતીય લશ્કરી છાવણી પર અચાનક ત્રાટકીને ૪ર ભાતીય સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં સફળ થયા અને ભારતમાં જબરો હાહાકાર મચાવી શકયા તેનો પારો તેમના દિમાગ ઉપર એટલી હદે ચડી ગયો કે તે બેસુમાર બહેકયા, વાસ્તવિકતા ચૂકયા અને છેક ગુજરાતને નવું લક્ષ્ય બનાવવા સુધીની ચેતવણી પણ આપી દીધી હતી. પરંતુ આ ગુમાન અન કેફ એને સારી પેઠે નડયો અને અત્યારની હાલત થઇ છે. આપણી સરકારે આમાંથી યે બોધપાઠ લેવો ધટે છે.શાબાશીના અતિરેક અને વિજયનો ‘ઓવર કોન્ફીડન્સ’ના યુઘ્ધમાં નાની તો નાની પછડાટ ખવડાવી શકે, એ ભૂલવા જેવું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.