Abtak Media Google News

જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે અલ્ટ્રા મોડર્ન કેથ લેબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયરુપ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શ્રી જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદયને લગતી  તમામ સારવાર કરતી અલ્ટ્રા મોડર્ન કેથ લેબનો ભવ્ય  સમારોહનું ઉદઘાટન  શા.માધવપ્રિયદાસજી સ્વામી હસ્તે તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  કરવામાં આવેલ.

જેમાં અતિથિ તરીકે હર્ષદભાઇ બોત્સવાના, અતિથિ વિશેષ તરીકે ડો. વિક્રાન્ત પાંડે, ગુરુકુલ ટ્રસ્ટી નવિનભાઇ દવે, મધુભાઇ દોંગા, રવિભાઇ ત્રિવેદી, વિપુલભાઇ ગજેરા, દ્રોણેશ્વર ગુરુકુલના ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા મોટી સંખ્યામાં હરિભકતો, ડોક્ટરો, મેમનગર ગુરુકુલ એસજીવીપી હોસ્ટેલ અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.

Img 0055

ભકિતવેદાંતસ્વામીએ હોસ્પિટલ અને અલ્ટ્રા-મોડર્ન કેથ લેબનો ટુંકમાં પરિચય આપતા જણાવ્યું હતુે કે હૃદયને લગતી બિમારી, કેન્સર, લીવર ટ્રા્ન્સફર, એન્ઝોગ્રાફી,શરીરને બેલેન્સ ગુમાવવું, ચાલવામાં તકલીફ, ચહેરો ત્રાંસો થવો, બ્રેઇન સ્ટ્રોક વગેરે તમામ સારવાર અલ્ટ્રા મોડર્ન કેથ લેબ દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ ડોક્ટરોની સેવાને તાળીઓના નાદ સાથે વધાવી તમામને ફુલથી વધાવ્યા હતા. અને  જણાવેલ કે, અહીં  સૌથી પ્રાચીન અને સૌથી અર્વાચીન અદ્યતન સુવિધાઓ  સાથેની યોગ, આયુર્વેદ અને એલોપેથીનો સુભગ સમન્વય થયો છે.અહીં દર્દીઓ સાજા તો થાય છે પણ સાથે તેને શાંતિ પણ મળે છે.ધર્મસ્થાનોમાં મોટે ભાગે કોઇને કોઇ વ્યક્તિ મુખ્ય હોય છે જ્યારે અહીં ગુરુકુલ આશ્રમ એવો છે કે ત્યાં માણસ મુખ્ય નથી પણ મિશન મુખ્ય છે. માણસ મિશનને સમર્પિત છે.

Img 0059

ભગવાને આપણને શરીર, હૃદય અને મગજની અણમોલ ભેટ આપી છે. ભગવાને આપેલી ભેટને જેમતેમ વેડફી ન નખાય. આપણી બુદ્ધિ શુભ વિચારોથી ભરેલી હોવી જોઇએ. હૃદય પ્રેમ, કરુણા દયા, ઉદારતા વગેરે સદ્ગુણોથી ભરેલા  હોવા  જોઇએ અને હાથ સારા કામ કરતા રહેવા જોઇએ.

આ પ્રસંગે કાર્ડિયોલોજીસ્ટ ટિમ ડો.અનુપ ગુપ્તા, ડો.જોયલ શાહ, ડો.ક્રિશ્નકિશોર ગોયલ, ડો.સાગર બેટાઇ, ડો.જયુન શાહ, ડો.હિતેશ ચાવડા, ડો.સંજય પટોળિયા, ડો.રજની પટેલ, ડો.ચૈતન્ય શ્રોફ,  ડો.ચિરાગ જોષી, ડો.કાર્તિક શુક્લા, ડો.દર્શન ઠાકર,  ડો.હેમલ નાયક, ડો.મંથન કણસારા, ડો.હર્ષવર્ધનભાઇ, ડો.વિપુલ બારસીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સભા સંચાલન ભાનુભાઇ પટેલ સંભાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.