Abtak Media Google News

ધવન બની શકે કેપ્ટન

બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરને બુધવારે IPL ટીમ સનરાઈઝર્સ હૈદરબાદની કેપ્ટનશીપથી હટાવ્યાં છે. ટીમની કમાન કોને સોંપવી સનરાઈઝર્સ મેનેજમેન્ટ તે અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જ લેશે. ટેમ્પરિંગના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને IPL ટીમ રાજસ્થાન રોયલ્સની કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો, તેની જગ્યાએ અજ્કિંય રહાણેને જવાબદારી સોંપાઈ છે. IPL મેચ 7 એપ્રિલથી શરૂ થઈ રહ્યાં છે. પહેલી વખત આમાં તમામ ટીમના કેપ્ટન ભારતીય હોય શકે છે. સાઉથ આફ્રિકા ટૂર દરમિયાન કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બોલ સાથે છેડછાડ કરી હતી. જેનો સ્વીકાર કર્યાં બાદ સ્મિથ અને વોર્નરે ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી કેપ્ટન અને વાઈસ કેપ્ટનનું પદ છોડ્યું હતું.

વોર્નરની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી હૈદરાબાદ ટીમ

વોર્નરની કેપ્ટનશીપમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદે 2016માં IPLનો ખિતાબ જીત્યો હતો. ત્યારે તેને રોયલ ચેલેન્જર બેંગાલૂરુને 8 વિકેટથી હરાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.