Bombay Begums: કોણ છે આ બોમ્બે બેગમ ?

પૂજા ભટ્ટની વેબ સીરીઝ ‘બોમ્બે બેગમ’ 8 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થવા થઈ રહી છે. આ સીરિઝની સાથે પૂજા ભટ્ટ પોતાની ડિજિટલ સફર આગળ વધારી રહી છે અને ટ્રેલરને જોવા પર દેખાઈ રહ્યું છે કે, તેના રોલ જબરદસ્ત હશે. પરંતુ શું તમે જાણો છો કે, આ સીરિઝમાં પૂજા ભટ્ટની સાથે જવા મળી અન્ય એક્ટ્રેસ કોણ છે ? તો ચાલો જાણીએ…

પૂજા ભટ્ટની વાત કરીએ તો પૂજા 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસમાની એક છે. ડેડી,સડક,ઝૂનૂન,તડીપાર,બોર્ડર,તમન્ના સહિત ઘણી ફિલ્મ કર્યા બાદ પૂજા ભટ્ટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી 2010થી બ્રેક લીધો હતો. ત્યાર બાદ તેમણે ‘સડક-2’સાથે બોલીવૂડમાં કમબેક કર્યું હતું. જોકે,આ ફિલ્મ ખાસ પ્રદર્શન કરી શકી નહતી.હવે પૂજા ભટ્ટ નેટફ્લિક્સ સીરિઝ ‘બોમ્બે બેગમ’માં ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે.

બોમ્બે બેગમમાં પૂજા ભટ્ટ સાથે એક્ટ્રેસ અમૃતા સુભાષ જોવા મળશે. અમૃતાને મરાઠી સિનેમા સાથે-સાથે હિન્દી ફિલ્મોમાં તેના સારા કામ માટે જાણીતી છે. અમૃતાએ રણવીર સિંહની ફિલ્મ ગલી બોયમાં મુરાદની માંના રોલમાં જોવા મળી હતી. આટલુ જ નહીં નેટફ્લિક્સની સિરીઝ સેક્રેડ ગેમ 2માં પણ જાવા મળી હતી. હવે બોમ્બે બેગમમાં અમૃતા એક બાર ડાન્સરનો રોલ ભજવી રહી છે.

સિરીઝ બોમ્બે બેગમમાં યંગ એક્ટ્રેસ આધ્યા આનંદને લેવામાં આવી છે. આ સિરીઝમાં પૂજા ભટ્ટની પૂત્રીનો રોલ ભજવી રહી છે. આ તેમનો પહેલો હિન્દી પ્રોજેક્ટ છે. આ પહેલા અધ્યાએUtter 2016: One Hour To Daylight નામની એક ફિલ્મમાં કામ કર્યું હતું. ડાયરેક્ટર જોનાથન ચૂની ફિલ્મ સિંગાપોરમાં રિલીઝ થઈ હતી.

પ્લાબિતા બોરઠાકુરે ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુર્કામાં કામ કરી પોતાની ઓળખ બનાવી હતી. બોમ્બે બેગમમાં પ્લાબિતા બોરઠાકુર મહત્વનો રોલ ભજવતી નજર આવ છે. પ્લાબિતાએ અભિષેક બચ્ચનની વેબ સિરીઝ બ્રીઘ:ઈન્ટૂ ધ શેડોમાં પણ જેવા મળી હતી. તેના અભિનયની ચર્ચા ખૂબ હતી.

શાહાના ગોસ્વામી પણ બોમ્બે બેગમમાં મહત્વનો રોલ પ્લે કરી રહી છે. આ પહેલા તેમણે મરી નાયરના ટીવી શો અ સૂટેબલ બોયમાં મિનાક્ષી ચેટર્જીના રોલમાં જોવા મળી હતી. આ શોમાં તેમની સાથે વિવેક ગોમ્બર અને તાન્યા માનિકતલાએ કામ કર્યું હતું. આ સાથે શાહના ગોલી ગુલિયા,રોક ઓન,રા.વન, બ્રેક કે બાદ સહિત અન્ય હિન્દી ફિલ્મમોમાં જોવા મળી હતી.

બોમ્બે બેગમ ભારતની મહિલાઓની કહાની છે. જેમાં 5 મહિલાઓના જીવનનો બતાવવામાં આવશે. સિરીઝના ડાયરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવે શામાં નોકરી કરતી મહિલાઓની અસલિયત બતાવવાનો પ્રયત્ન કર્યો છે.