Abtak Media Google News

કલબનાં માલિક, મેનેજમેન્ટ અને તેના ટ્રસ્ટી કોણ ? ચારથી વધુ લોકોને લોકડાઉનમાં સાચવવા શું પરવાનગી લેવાઈ હતી કે કેમ ?

રાજયસભાની ચુંટણીને લઈ ઘણાખરા પ્રશ્ર્નો કોંગ્રેસ પક્ષમાં જોવા મળી રહ્યા છે સાથો સાથ પક્ષમાં આંતરીક ખેંચતાણ પણ જોવા મળી છે જેને લઈ ગુજરાત કોંગ્રેસનાં બંને સિંહોએ તેમના ધારાસભ્યોને વિવિધ રીસોર્ટમાં મોકલયા છે તેમાં પણ સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો ૧૯ જેટલા ધારાસભ્યો હાલ નીલ સીટી કલબ રીસોર્ટમાં રોકાયા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં લલિત વસોયા, હાર્દિક પટેલ, જાવેદ પીરઝાદા, અર્જુન મોઢવાડીયા સહિતનાં અનેક કોંગી ધારાસભ્યો રીસોર્ટમાં રોકાયા છે. બીજી તરફ જાહેરનામાનો ભંગ કરતા નીલ સીટી કલબનાં માલિક અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ તથા તેના મેનેજર સમર્થ મહેતા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થાય છે કે નીલ સીટી કલબ કોની ?

લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોટલ, રિસોર્ટ કોઈપણ રીતે કાર્યરત રહી શકે નહીં ત્યારે નીલ સીટી કલબમાં તમામ કોંગી ધારાસભ્યોને ઉતારો આપતાની સાથે જ અનેકવિધ પ્રશ્નો પણ સામે આવ્યા છે જેને લઈ હાલ જાહેરનામાનો ગુનો પણ નોંધાયો છે. જે અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા આ મુદ્દે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. બીજી તરફ પરેશ ધાનાણી દ્વારા એવો પણ બફાટ કરવામાં આવ્યો હતો કે, નીલ સીટી કલબ રીસોર્ટ નહીં પરંતુ પ્રાઈવેટ ફાર્મ છે. બીજી તરફ વર્ષ ૨૦૧૮માં નીલ સીટી કલબે તેની પરમિશન માટે એપ્લીકેશન પણ કરી હતી પરંતુ કોઈ એક કવેરીને લઈ રીસોર્ટને હજુ સુધી મંજુરી મળી નથી. આ લોકડાઉન દરમિયાન કલબનાં ટ્રસ્ટી કે મેનેજમેન્ટ કોનું તે પણ એક મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. સાથો સાથ રિસોર્ટ તથા કલબમાં ૪ થી વધુ લોકોને સ્થાન આપવામાં ન આવે પરંતુ ૧૯થી વધુ ધારાસભ્યોને ત્યાં સાચવવામાં આવ્યા છે સાથોસાથ તેઓને જમવાનું, રહેવાની વ્યવસ્થા સહિત અનેકવિધ મુદ્દે પ્રશ્ર્નાર્થ મુકવામાં આવ્યો છે કે આ તમામ વિષયોની પરવાનગી લેવામાં આવી છે કે કેમ ? પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા ભંગનાં ગુનાની સાથોસાથ આ તમામ વિષયો પર તપાસ હાથ ધરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસે તેમના ધારાસભ્યોને વિવિધ જગ્યાઓ પર રાખવામાં આવ્યા છે અને ભાજપ પક્ષ સામે આરોપ પણ મુકયો છેકે, આ સમયગાળા દરમિયાન ભાજપ હોર્સટ્રેડીંગ કરી રહ્યું છે.આ તકે અમિત ચાવડાએ ભાજપ પક્ષ તરફ આરોપ મુકતા જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન પક્ષે આ પ્રકારની કાર્યવાહી નહીં પરંતુ દેશ અને રાજય જે આ મહામારી વચ્ચે લડી રહ્યું છે તેમાં સહકાર અને સહયોગ આપવો જોઈએ. હાલ કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યોની સંખ્યા ૬૫ થઈ ગઈ છે જે રાજયસભાની સીટ જીતવા માટે પર્યાપ્ત નથી. આ તમામ મુદાઓને ધ્યાને લઈ કોંગ્રેસ પક્ષ હાલ તેમના ધારાસભ્યોને સાચવવા માટે પ્રયત્નશીલ હોય તેવું પણ જાણવામાં આવી રહ્યું છે.

રાજયસભા ઈલેકશન પૂર્વે કોંગ્રેસનાં જે ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેનાથી પક્ષે ૬૫ ધારાસભ્યોને રાજકોટ, અંબાજી અને આણંદનાં રીસોર્ટમાં રાખવામાં આવ્યા છે પરંતુ નીલ સીટી કલબનાં અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ અને તેના મેનેજર વિરુઘ્ધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનનાં નિયમોનો ઉલાળીયો કર્યો હતો જેને લઈ પોલીસે ગુનો નોંઘ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોક-૧માં રીસોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટને આજથી એટલે કે ૮મી જુનથી શરૂ કરવા જણાવ્યું હતું પરંતુ આ તમામ મુદાઓને એક તરફ રાખી નીલ સીટી કલબ દ્વારા તમામ ધારાસભ્યોને કોઈપણ પરવાનગી વગર સાચવવામાં આવ્યા હતા અને જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.