Abtak Media Google News

પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી વેળાએ તેમના પત્ની કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ પહેરવાય તેવી શકયતા

બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયનુ 96 વર્ષની વયે નિધન થઈ ગયુ.મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 70 વર્ષના શાસનકાળના અંત બાદ પ્રિન્સ ચાર્લ્સ સિંહાસન સંભાળશે અને આ સાથે જ કોહિનૂર હીરો કોને મળશે તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

Advertisement

આ વર્ષની શરૂઆતમાં રાણીએ જાહેરાત કરી હતી કે પ્રિન્સ ચાર્લ્સ જ્યારે સિંહાસન પર બેસશે તો તેમના પત્ની કેમિલા જો ડચેસ ઓફ કોર્નવાલ છે જે રાણી ક્ધસોર્ટ બની જશે. જ્યારે આવુ થશે તો કેમિલાને રાજ માતાનો પ્રસિદ્ધ કોહિનૂર તાજ મળશે.

બ્રિટીશ તાજની વાત નિકળે ત્યારે તેમાં જડેલો ભારતના અત્યંત મુલ્યવાન કોહિનૂર હીરાને અચૂક યાદ કરવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારતનો કોહિનૂર બ્રિટન પાસે છે. આ કોહિનૂર પાછો લાવવાની સમયાંતરે માંગ પણ ઉઠતી રહી હતી પરંતુ એલિઝાબેથ કવીનના અવસાન પછી ફરી કોહિનૂર હિરો ચર્ચમાં આવ્યો છે. અત્યાર સુધી તો રાણી ધારણ કરતા હતા પરંતુ શાહી પરંપરા અનુસાર મહારાનીના નિધન પછી પરીવારમાં સૌથી મોટા પ્રિન્સ ચાલ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે.

આથી હવે કોહિનૂરનું માલીક કોણ બનશે એની લોકો ચર્ચા કરવા લાગ્યા છે. એક માહિતી મુજબ ભારતનો ઐતિહાસિક કોહિનૂર હીરો બ્રિટનના રાજા બનેલા ચાલ્સની પત્ની ડચેજ ઓઉ કોર્નવેલ કેમિલાને સોંપવામાં આવશે. હવે પછી તેને કવીન કંસોર્ટના નામથી ઓળખવામાં આવશે જે કોહિનૂરની માલીક બનશે. કિંગની તાજપોશી થશે ત્યારે કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ પહેરે તેવી પુરેપુરી શકયતા છે.

વિશ્વના સૌથી અમૂલ્ય હીરા કોહિનૂરનો રોચક ઇતિહાસ

09 1

કોહિનૂરને વિશ્વનો સૌથી પ્રખ્યાત હીરો કહેવામાં આવે છે. તે મૂળરૂપે આંધ્ર પ્રદેશના ગોલકોંડા ખાણ વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા તે 793 કેરેટની હતી પરંતુ હવે તે માત્ર 105.6 કેરેટ રહી ગઈ છે. તેનું વજન 21.6 ગ્રામ છે. બ્રિટનની રાણી સુધી પહોંચવામાં તે ઘણા રાજાઓમાંથી પસાર થઈ ચૂકી છે.એવું કહેવાય છે કે કોહિનૂર 1304ની આસપાસ માલવાના રાજા મહાલક દેવની મિલકતનો ભાગ હતો. 1526માં પાણીપતનું યુદ્ધ જીત્યા બાદ કોહિનૂર બાબરે કબજે કરી લીધો હતો. ત્યારપછી 186 કેરેટના હીરાને બાબર હીરા તરીકે ઓળખવામાં આવે છે.

આ પછી, 1739 માં, ઈરાનના શાસક નાદિર શાહે દિલ્હીના શાસક મોહમ્મદ શાહને હરાવ્યો. તેણે શાહી તિજોરી લૂંટી લીધી, જેમાં બાબરનો હીરો પણ હતો. નાદિર શાહના પૌત્ર શાહરૂખ મિર્ઝા, નાદિર શાહના સેનાપતિ અહેમદ અબ્દાલી અને પછી અબ્દાલીના વંશજ શુજા શાહ પંજાબના શીખ રાજા મહારાજા રણજીત સિંહ પાસે કોહિનૂર પહોંચ્યા. રણજીત સિંહ પોતાના તાજમાં કોહિનૂર હીરા પહેરતા હતા.

1839 માં તેમના મૃત્યુ પછી, હીરા તેમના પુત્ર દિલીપ સિંહને આપવામાં આવ્યો.1849માં બ્રિટનના હાથે પરાજય બાદ મહારાજાને કોહિનૂર ઈંગ્લેન્ડની રાણીને સોંપવો પડ્યો. 1850 માં તે બકિંગહામ પેલેસ ખાતે રાણી વિક્ટોરિયાને રજૂ કરવામાં આવ્યું હતું. અહીં તેના પર એક નવો દેખાવ છે. ત્યારબાદ તેનું વજન 108.93 કેરેટ રહ્યું. તે રાણીના તાજનો ભાગ બની ગયો. હવે કોહિનૂરનું વજન 105.6 કેરેટ છે. આઝાદી પછી, ભારતે કોહિનૂર પરત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઇંગ્લેન્ડ દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.