Abtak Media Google News

જબલપુરમાં બિશપ પી.સી.સિંહના ઠેકાણાઓ દરોડા પાડયા બાદ રોકડ સહિત અનેક દસ્તાવેજો મળી આવ્યા

મધ્યપ્રદેશના જબલપુરના નોર્થ ઈન્ડિયા ડાયોસીસના ધ બોર્ડ ઓફ એજ્યુકેશન ચર્ચના બિશપ પીસી સિંહ વિશે એક મોટો ખુલાસો થયો છે. પીસી સિંહનું અંડરવર્લ્ડ કનેક્શન ચાર્ટર્ડ પ્લેન રાઈડ બાદ બહાર આવ્યું છે. આ ઘટના બાદથી બિશપ ફરાર છે. મળતી માહિતી મુજબ બિશપે ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીત રિયાઝ ભાટી સાથે ડીલ કરી હતી. 2017 માં બિશપે રિયાઝ ભાટી પાસેથી મુંબઈમાં મિશનરીના જિમખાનાની જમીનનો 3 કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ પોલીસે રિયાઝ ભાટી પાસેથી ડીલનો કરાર જપ્ત કર્યો છે.

Advertisement

જાણવા મળ્યું છે કે બિશપ પી.સી. સિંહ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ 107 કેસ નોંધવામાં આવ્યા છે.  અધિકારીએ કહ્યું કે બિશપ પીસી સિંહ લગભગ 35 કેસમાં નામાંકિત આરોપી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કેસ નોંધાયા છે. આ એપિસોડમાં જબલપુરમાં કરાયેલી કાર્યવાહીમાં કલમ 406, 420, 468, 471, 120બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. માહિતી આપતા ઈઓડબ્લ્યુ અધિકારીઓએ જણાવ્યું કે પીસી સિંહ ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરતો હતો. તેની પાસે પોતાનો પાયલોટ અને ક્રૂ સ્ટાફ પણ હતો. પરંતુ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું બિશપ ચાર્ટર્ડ પ્લેનના માલિક છે?

સૂત્રોનું માનીએ તો બિશપ પીસી સિંહે ધર્મ પરિવર્તન બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા સીએનઆઈએ મુંબઈમાં જોન વિલ્સન કોલેજ એન્ડ સોસાયટીની બાજુમાં આવેલી જમીન પર જીમખાનાનું નિર્માણ કર્યું છે. બિશપ પીસી સિંહ પણ સીએનઆઈ સેનેટમાં સભ્ય હતા. આ દરમિયાન તેણે રિયાઝ ભાટી સાથે તે જમીનનો સોદો કર્યો હતો. દરમિયાન મુંબઈ પોલીસે રિયાઝ ભાટીની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તે સોદા માટેનો કરાર મળી આવ્યો હતો.  જેને પીસી સિંહે નકલી ગણાવ્યો હતો.

બિશપના ઘરે દરોડામાં 1 કરોડ 65 લાખની રોકડ મળી આવી હતી. જેમાં 18 હજારની કિંમતનું વિદેશી ચલણ પણ ઝડપાયું હતું. સાથે જ 80 લાખ 72 હજારની કિંમતના સોનાના દાગીના ઉપરાંત લક્ઝરી કાર અને ઈમ્પોર્ટેડ ઘડિયાળો પણ મળી આવી હતી. આ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ, મિલકત સહિતના સમાજને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા. ઈઓડબ્લ્યુ કાર્યવાહી ચાલુ છે. આ કેસમાં સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓની ફીની રકમનો ઉપયોગ ધાર્મિક સંસ્થાઓ અને પોતાના નામે ચલાવવામાં થતો હોવાની ફરિયાદ મળી હતી. સાથે જ વર્ષ 2004-05 થી 2011-12 દરમિયાનની તપાસ દરમિયાન ધાર્મિક સંસ્થાઓમાં બે કરોડ 70 લાખ ટ્રાન્સફર કર્યાનો અને પોતાનો ઉપયોગ કરીને ઉચાપતનો આરોપ સાચો હોવાનું જાણવા મળ્યું હતું અને પુરાવાના આધારે ઇઓડબ્લ્યુએ બિશપ પીસી સિંઘ અને તત્કાલીન આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ફર્મ્સ એન્ડ સોસાયટી બીએસ સોલંકી સામે કેસ નોંધ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.