Abtak Media Google News

ગેરકાયદે માઈનિંગ કેસ સાથે જોડાયેલા હોવાના આરોપમાં ઝારખંડના મુખ્યમંત્રી ફસાયા

ઝારખંડ એકમાત્ર એવો રાજ્ય છે કે જ્યાં ખનના ભુમાફીયાઓનું વર્ચસ્વ સૌથી વધુ જોવા મળે છે અને ખનીજ કૌભાંડો પણ સતત થતા હોય છે. ત્યારે ફરી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ખનન કોભાંડમાં ફસાયા છે અને નું ધારાસભ્ય પદ છીનવાય તેવી અટકળો પણ સામે આવી રહી છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરનને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે સીએમ હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા રદ કરે તો નવાઈ નહીં. જે અંગે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે.  પ્રાથમિક માહિતી અનુસાર, ગેરકાયદે માઈનિંગ કેસ સાથે જોડાયેલા હોવાના આરોપમાં હેમંત સોરેનનું સભ્યપદ રદ કરવામાં આવી શકે છે. રાજ્યપાલ રમેશ બૈસ દિલ્હીથી રવાના થઈ રાંચી પહોંચશે. લગભગ આજ સાંજ આ અંગે નિર્ણય પણ કરી દેવામાં આવે તો નવાઈ નહીં. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રાંચીના અનગડામાં 88 ડેસિમિલ જમીનના લીઝના મામલે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં હતા. ભાજપે આ મામલાને ઓફિસ ઓફ પ્રોફિટ સાથે જોડીને રાજ્યપાલને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પ્રકાશમાં રાજ્યપાલે ચૂંટણી પંચનો અભિપ્રાય માંગ્યો હતો. ચૂંટણી પંચે સોરેનની વિધાનસભા સદસ્યતા રદ કરી દેતા હવે શું એવો સવાલ ઊભો થયો છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા થયા બાદ  તેમની આગામી રણનીતિ શું હશે એના પર હવે ચર્ચા તેજ થઇ છે. જાણકારી મુજબ હેમંત સોરેનના પક્ષે ઘણી રણનીતિઓ બનાવી છે. એમ માનવામાં આવે છે કે તેઓ પહેલા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. તેઓ રાજભવન ખાતે જઇને રાજીનામુ પણ આપી શકે છે. રાજીનામા બાદ તેઓ નવી સરકાર માટે દાવો કરી શકે છે. મહાગઠબંધનમાં નવા નેતાની પસંદગી કરવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. એમ પણ જાણવા મળ્યું છે કે જેવી રીતે લાલુ યાદવે 1997માં જેલમાં જતા પહેલા રાબડી દેવીને બિહારના મુખ્ય પ્રધાન બનાવ્યા હતા એવી જ રીતે સીએમ હેમંત સોરેન પોતાની પત્ની કલ્પના સોરેનને ઝારખંડના નવા સીએમ બનાવી શકે છે. જો કલ્પના સોરેનના નામ પર પક્ષમાં સર્વસંમતિ નથી સધાતી તો હેમંત સોરેન તેમની કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી જોબા માંઝી પર દાવ લગાવી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.