Abtak Media Google News

છેલ્લા કેટલાયે સમયથી ટેકનોલોજીની દુનિયામાં ક્રિપ્ટો કરન્સીએ ધુમ મચાવી છે. પરંતુ ખરેખર તેના પર ભરોસો કરવો કેટલો યોગ્ય? શું ખરેખર તેના માટેના કોઇ ભરોસાપાત્ર નીયો છે? શું ટેકનોલોજીની આ ડીજીટલ કરન્સી માટે ભારત તૈયાર છે? આવા ઘણા બધા પ્રશ્ર્નો છે. જે ભારત માટે પડકારરુપ છે.

ડીજીટલ કરન્સીનો દિવસે ને દિવસે વ્યાપ તો વધી રહ્યો છે. પરંતુ શું ખરેખર ટેકનોલોજીની દ્રષ્ટિએ ભારત સક્ષમ છેે. હાલમાં હેકીંગના વધતા જતા બનાવોને લઇ ક્રિપ્ટો કરન્સીની સીકયુરીટી કેટલી? તે પ્રશ્ર્ન વિચારવો જ રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ડીજીટલની ક્રિપ્ટો કરન્સી પર ઘણા બધા સવાલો ઉભા થયાં છે. જેના પરિણામે ભારતમાં એક ઉચ્ચ સ્તરીય પેનલ દ્વારા ખાનગી કિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. આ ઉપરાંત આ પ્રકારની કરન્સીથી વ્યવહાર કરનારને રપ કરોડ ‚પિયાનો દંડ તેમજ તેની સાથે વ્યવહાર કરનાર માટે ૧૦ વર્ષની જેલની સજાની ભલામણ કરી છે. આ સજામાં બ્લોકચેઇન કરતા લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ખાનગી કિપ્ટો કરન્સી માટે સરકારે ઇલેકટ્રોનીક અને ઇર્ન્ફોર્મેશન ટેકનોલોજીના સેક્રેટરી, સેબીના ચેરમેન અને રીઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર સાથે અભ્યાસ કરવા માટે ર નવેમ્બર ૨૦૧૭ના રોજ આંતર મંત્રી સમીતી ની રચના કરી હતી. આ ઉ૫રાંત વર્ચ્યુઅલ કરન્સી સંબંધીત મુદ્દાઓ અને ચોકકસ ક્રિયાની પ્રસ્તાવિત કરી છે.

ખાનગી કિપ્ટો કરન્સી સાથે જોડાયેલા જોખમો અને કિંમતમાં રહેલી વાંરવારની અસ્થીરતાને લઇને ભારતમાં કિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.

આ ઉપરાંત ભારતમાં ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલી કોઇપણ પ્રવૃતિઓ હાથ ધરવા માટે દંડ લગાડવાની પણ ભલામણ કરી છે.

એક અહેવાલ મુજબ ક્રિપ્ટો કરન્સીમાં પણ લેભાગુ કરન્સી બિટકોઇનની સાથે સાથે એથેરિયમ, રિયલ અને કાર્ડડની જેવી ક્રિપ્ટો કરન્સી ફૂટી નીકળી છે.

અત્યાર સુધીમાં ર૧૧૬ જેટલી ક્રિપ્ટો કરન્સી છે જેની માર્કેટ વેલ્યુ ૧૧૯.૪૬ અબજ ડોલર જેટલી છે. એમ એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.

આ ઉપરાંત સમીતીએ ડ્રાફટ કાયદો પણ સુચવ્યો છે. કિપ્ટોકરન્સીની પ્રતિબંધ અને સત્તાવાર ડિજીટલ કરન્સી બિલ ૨૦૧૯ના નિયમન પ્રમાણે આ અહેવાલ અને ડ્રાફટ બિલ હવે સંબંધીત નિર્ણય અને નિયમનકારી સત્તાવાળાઓના તમામ વિભાગોની સલાહ લેશે, જયારે અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારે ક્રિપ્ટો કરન્સી દ્વારા પ્રભાવિત થતા દરેક સેગમેન્ટને સાથે રાખી નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (ડીએલટી) દ્વારા પણ ક્રિપ્ટો કરન્સી પ્રતિબંધીત કરવાનો હકારાત્મક અભિગમ આવ્યો છે. અને તેમણે પણ  નાણાંકિય સેવાઓ ભારતમાં ડીએલટી નો ઉપયોગને લઇ વિવિધ સુચનાઓ આપી છે.

ડીએલટી સીસ્ટમ બેંક તેમજ વિવિધ નાણાંકીય વહીવટ કરતી સંસ્થાઓ જેવી કે લોન આપતી કંપનીઓ, કોલેટરલ મેનેજમેન્ટ, છેતરપીંડી તેમજ વિમાના કલેઇમનું મેનેજમેન્ટ સિકયોરીટી માર્કટમાં નીરાકરણ કરતી સિસ્ટમોમાં આ સુવિધાનો ઉપયોગય કરી શકાય છે.

ક્રિપ્ટો કરન્સી ભારતની બજારમાં આવી તો ગઇ છે પરંતુ તેને લગતી ટેકનોલોજી હજુ પણ વિકસી રહી છે ભારત હજુ પણ ઓનલાઇન થતી છેતરપીંડીનો ભોગ બની રહ્યું છે. હેડિંગ ને લઇને પણ હજુ કોઇ સમાધાન  મળ્યું નથી. તેમજ સીકયોરીટીની દ્રષ્ટિએ હજુ ભારત આગળ વધી ‘અપની ખુદ કી દુકાન’બનાવી રહ્યું છે. એટલે ખરેખર જરુરીયાત સૌથી પહેલા ટેકનોલોજીનું કિલયર માળખું તેની સુરક્ષાને લઇને ડેવલપમેન્ટ કરવું ખુબ જ જરુરી છે.

આ ઉપરાંત ગ્રુપે એવું પણ કહ્યું કે સરકારે ક્રિપ્ટો કરન્સી પર ખુલ્લુ મન રાખવું જોઇએ.

સમીતીનું માનવું છે કે ભારતમાં સત્તાવાર ડિજીટલ ચલણ રજુ કરવા અંગે લોકોએ ખુલ્લા મનથી એકબીજા સાથે વાતચીત કરવી જોઇએ જેથી આવનાર દિવસોમાં ક્રિપ્ટોકરન્સી સમસ્યા ન બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.