Abtak Media Google News

પુત્રીને લધુશંકા લાગતા રોડની સાઇડમાં ઉભેલા દંપતિને કાળમુખા ટ્રકે હડફેટે લીધા

જુનાગઢના વાડલા ફાટકાથી વંથલી તરફ જતા માર્ગ પર ઉભેલા દંપતિને ટ્રક ચાલકે ઠોકરે લેતા પતિની નજર સમક્ષ પત્નીનું મોત નિપજયું છે. અકસ્માતના બનાવ અંગે વંથલી પોલીે ટ્રક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતા ભેંસાણના ભાટ ગામે પ્રાથમીક શાળામાં નોકરી કરતા યોગેશ કાનજીભાઇ ટાંક (ઉ.વ.૪૩) એ પત્ની રાધીકાબેન તથા પુત્રી ધ્રુવાંશીને બાઇકમાં બેસાડી જુનાગઢથી માળીયા જતા હતા તે અરસામાં વાડલા ફાટકથી વંથલી જતા માર્ગ પર પુત્રી ધ્રુવીશાને લધુશંકા લાગતા દંપતિ રસ્તાની સાઇડમાં ઉભા રહ્યા હતા. જે દરમિયાન પુરપાટ ઝડપે નીકળેલા ટ્રક ચાલકે દંપતિને ઠોકરે લઇ હાથે પગે ગંભીર ઇજાઓ કરી હતી. સ્થાનીક લોકોએ દંપતિને ૧૦૮ મારફતે જુનાગઢ સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. એમ્બ્યુલન્સમાં પ્રાથમીક સારવાર દરમિયાન પતિની નજર સમક્ષ પત્નીનું ગંભીર ઇજાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

અકસ્માતના બનાવ અંગે વંથલી પોલીસના હેડ કોન્સ્ટે. પ્રતાપસિંહ શેખે ઘવાયેલા યોગેશ ટાંકની ફરીયાદ પણથી ટ્રક ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.