Abtak Media Google News

– દુનિયામાં ઘણા એવા ઝરણાઓ છે જે લોકોને ખૂબ આર્કષિત કરે છે. પરંતુ શું તમે ક્યારેય પણ પાણીની અંદર આવેલા ઝરણા વિશે સાંભળ્યું છે ? જો તમે નથી જાણતા તો આજ અમે તમને એવા જ એક ઝરણા વિશે જણાવીશું. આ ઝરણું મોરિશસમાં આવેલું છે. જે પર્યટકોનો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

– હિંદસાગરમાં આફ્રિકાથી આશરે ૨૦૦૦ કિલોમીટર દુર આવેલું મોરીશસ જેના પશ્ર્ચિમી તટ પાસે આ ઝરણું આવેલું છે. જો કે લોકો વચ્ચે તે ‘વોટરફોલ’ (ઝરણું) તરીકે જાણીતુ છે. પરંતુ વાસ્તવમાં એવુ નથી આ ફક્ત એ દ્રષ્ટિભ્રમ છે.આને જોઇને ઝરણા જેવો અહેસાસ એટલે થાય છે કે રેતી અને સેવાળનું તળીયુ હોવાને કારણે અહિં નાટકીય દ્રશ્ય ઉભુ થાય છે. જેનાથી સમુદ્રનું પાણી અંદરની તરફ જતુ હોય એવો અહેસાસ થાય છે.

આ અંડરવોટર વોટરફોલને જોવા માટે દુનિયાભરના લોકો ત્યાં આવે છે. આ ઝરણાને જોઇને લોકો પ્રકૃતિની સુંદરતાનો મજા માણે છે. તથા અહિંનો દરિયાકિનારો પણ સુંદરતાના દર્શન કરાવે છે. આ રમણ્ય જગ્યાને જોવા દેશ-વિદેશના સહેલાણીઓ ત્યાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.