Abtak Media Google News

વર્લ્ડ કપ ક્વોલિફાયર

કાબે અર્જુન લૂંટયો વહી ધનુષ વહી બાણ

જ્યારથી વન-ડે વિશ્વ કપની શરૂઆત થઈ હતી તે સમયથી વેસ્ટ ઈન્ડિઝ ને માતા આપવી તે વિચારવું પણ મુશ્કેલ હતું પરંતુ હવે એ જ ટીમ માટે થવાના ફાફા પડી રહ્યા છે. વિશ્વ કપ 2023 માટે ક્વોલિફાયર મેચ રમાઈ રહ્યા છે જેમાં નેધરલેન્ડે જોરદાર લડત આપતાં વેસ્ટ ઈન્ડિઝ સામેની આઇસીસી વર્લ્ડકપની ક્વોલિફાયર વન ડેમાં 9 વિકેટે 374 રન નોંધાવ્યા હતા અને મેચ ટાઈમાં પરિણમી હતી. અને અંતે મેચ સુપર ઓવરમાં ગયો હતો જેમાં નેધરલેન્ડ તરફથી લોગાન વેન બીકે જેસનહોલ્ડર ની ઓવરમાં 30 રન ફટકારી વેસ્ટનડીઝને ઘૂંટણયે પાડી દીધું હતું.

Advertisement

વેસ્ટ ઈન્ડિઝની ટીમનો આ વર્લ્ડકપ ક્વોલિફાયરમાં બીજો પરાજય હતો. ટુર્નામેન્ટના નિયમ અનુસાર તેઓ સુપર-સિક્સમાં તો પ્રવેશ મેળવી લીધો છે. જોકે સુપર સિક્સમાં પ્રથમ રાઉન્ડના પોઈન્ટસ આગળ લઈ જવાનો નિયમ છે. આ કારણે સુપર સિક્સમાં વિન્ડિઝને હવે ત્રણ જ મેચ રમવાની છે. જે હરિફ ગ્રૂપમાંથી આવેલી ટીમ સામેની છે. જેમાંની એક મેચ શ્રીલંકા સામેની પણ રહેશે. હવે જો તેઓ ફાઈનલમાં પ્રવેશ નહીં મેળવી શકે તો ભારતની ભૂમિ પર યોજાનારા આઇસીસી વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જશે.

ઝીમ્બાબ્વેએ અમેરિકાને 304 રનથી સિકષ્ત : આપી વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દાવો મજબૂત કર્યો

બીજો કોલીફાયર મેચ ઝિમ્બાબ્વે અને અમેરિકા વચ્ચે રમાયો હતો જેમાં ઝિમ્બાબ્વે અમેરિકાને 304 અને સિક્સ્ત આપી હતી અને વિશ્વ કપ માં પહોંચવા માટેનો દાવો મજબૂત બનાવ્યો હતો. ક્વોલીફાયર મેચમાં ઝિમ્બાબ્વે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 50 ઓવરના અંતે 408 રન બનાવ્યા હતા અને છ વિકેટ પડી હતી. લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી અમેરિકાની ટીમ 25.1 ઓવરમાં માત્ર 104 રન જ બનાવી શકી હતી અને ઓલ આઉટ થઈ ગઈ હતી અને અમેરિકાને 304 રને મ્હાત આપી હતી. 304 રનથી જીત મેળવનાર ઝિમ્બાબ્વે વન-ડેમાં બીજી સૌથી જીત હાંસિલ કરતી ટીમ બની છે આ પૂર્વે ભારતે શ્રીલંકાને 317 અને માતા આપી સૌથી વધુ રનની જીત સાથે પ્રથમ ટીમ બની હતી. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સને 174 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી અને ઝિમ્બાબ્વેને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.

વનડે વિશ્વકપ 2023ની ટ્રોફીનું સ્પેસમાં અનાવરણ કરાયું

Screenshot 5 39

ઓક્ટોબરમાં યોજાનાર આઇસીસી મેન્સ વનડે વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સૌથી મજાની વાત એ છે કે, ટ્રોફીનું અનાવરણ સ્પેસમાં કરાયું છે. ટ્રોફીને જમીનથી 1,20,000 ફૂટની ઊંચાઈએ અવકાશમાં મોકલાઈ હતી અને ત્યાં તેનું અનાવરણ કરાયું હતું. બાદમાં ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નીચે ઉતારવામાં આવી હતી. જ નહીં વન-ડે વિશ્વ કપની ટ્રોફી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ જશે જેની યાદી નીચે મુજબની છે.

  • 27 જૂન – 14 જુલાઈ : ભારત
  • 15 – 16 જુલાઈ : ન્યુઝીલેન્ડ
  • 17 – 18 જુલાઇ : ઓસ્ટ્રેલિયા
  • 19 – 21 જુલાઈ : પાપુઆ ન્યુ ગિની
  • 22 – 24 જુલાઈ : ભારત
  • 25 – 27 જુલાઈ : યુએસએ
  • 28 – 30 જુલાઈ : વેસ્ટ ઈન્ડિઝ
  • 31 જુલાઈ – 04 ઓગસ્ટ : પાકિસ્તાન
  • 05 – 06 ઓગસ્ટ : શ્રીલંકા
  • 07 – 09 ઓગસ્ટ : બાંગ્લાદેશ
  • 10 – 11 ઓગસ્ટ : કુવૈત
  • 12 – 13 ઓગસ્ટ : બહેરીન
  • 14 – 15 ઓગસ્ટ : ભારત
  • 16 -18 ઓગસ્ટ : ઈટાલી
  • 19 – 20 ઓગસ્ટ : ફ્રાન્સ
  • 21 – 24 ઓગસ્ટ : ઈંગ્લેન્ડ
  • 25 – 26 ઓગસ્ટ : મલેશિયા
  • 27 – 28 ઓગસ્ટ : યુગાન્ડા
  • 29 – 30 ઓગસ્ટ : નાઈજીરીયા
  • 31 ઓગસ્ટ – 3 સપ્ટેમ્બર : દક્ષિણ આફ્રિકા
  • 04 સપ્ટેમ્બરથી : ભારત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.