સલમાનની ફેવરિટ કેટરીના વિકી સાથે ફેરા ફરશે?!!

‘મોસ્ટ એલિજીબલ બેચલર’ બેચલર જ રહેશે?!!

કૈફ-કૌશલે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધાની વાતો વહેતી: ડિસેમ્બરમાં માંડી શકે છે પ્રભુતામાં પગલાં!!

કોફી વિથ કરણના એપિસોડમાં જ્યારે કેટરિના કૈફે કહ્યું હતું કે, ઓન-સ્ક્રીન પર તે વિકી કૌશલ સાથે સારી દેખાશે અને જ્યારે તેની આ વાત વિશે જણાવવામાં આવતા એક્ટરે બેભાન થવાનો ડોળ કર્યો હતો, ત્યારે સહેજ તેમને અને તેમના ફેન્સને જાણ હતી કે આ બાબત રિલેશનશિપમાં પરિણમશે અને આગળ જઈને જીવનભરનું કમિટમેન્ટ બની જશે.

કેટરીના કૈફ અને વિકી કૌશલે ૧૮મી ઓગસ્ટે ચૂપચાપ રીતે રોકા સેરેમની કરી લીધી હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને હવે સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, લવબર્ડ્સ તેમના સંબંધનો આગામી લેવલ પર લઈ જવા માગે છે. તેઓ ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

ત્યારે બોલિવુડના ભાઈ સલમાન ખાન હજુ પણ બેચલર જ રહેશે તેવી શકયતા પ્રબળ બની છે. સલમાન ખાન અને કેટરીના કૈફ લગ્ન કરી લેશે તેવું એક સમયે લાગી રહ્યું હતું પરંતુ હવે આ વાતનો છેદ ઉડી ગયો છે.

જાણવા મળ્યું છે કે, કેટરીના કૈફ અને વિકી કૌશલે તેમના લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમના લગ્નના આઉટફિટ પોપ્યુલર ફેમસ ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવી રહ્યા છે. હાલ બંને આ માટે કાપડની પસંદગીની પ્રક્રિયામાં લાગેલા છે. કેટરીના કૈફે તેના લહેંગા માટે રો સિલ્ક પર પસંદગી ઉતારી છે. તેમના લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે તેઓ રિલેશનશિપમાં હોવાના ન્યૂઝ વહેતા થયા છે ત્યારથી વિકી કૌશલ અને કેટરીના કૈફે મૌન સેવીને રાખ્યું છે. સાથે વેકેશન પર જવા છતાં તેઓ સોલો તસવીરો પડાવે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે. વિકી કૌશલ ઘણીવાર કેટરીના કૈફના ઘરે જતા અને બહાર નીકળતા જોવા મળ્યો છે.

હાલમાં વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું ત્યારે પણ કેટરીના કૈફ પહોંચી હતી. આ દરમિયાન બંને એકબીજાને ભેટતા હોય તેવી ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ હાલમાં જ રિલીઝ થઈ છે. જેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે. જ્યારે કેટરીના કૈફની અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘સૂર્યવંશી’ ખૂબ જલ્દી રિલીઝ થવાની છે અને બંને અત્યારે તેને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે