Abtak Media Google News

ગ્રીસમાં વિશ્વના પ્રથમ પાણીની અંદર ધરબાયેલા મ્યુઝિયમને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું!!!

ગ્રીસમાં 2500 વર્ષ જુના ઇતિહાસને ઉજાગર કરવા માટે પાણીમાં ધરબાયેલ મ્યુઝિયમને વૈશ્વિક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાતમાં પણ આજ પ્રકારે સોનાની દ્વારિકા સમુદ્રની અંદર ધરબાયેલી પડી હોવાની સંભાવના છે. શુ રૂપાણી સરકાર આ જળમાં સમાયેલ સોનાની દ્વારિકાને શોધી પુરાતત્વ ટુરિઝમ ડેવલપ કરી શકશે ?

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી પૌરાણિક સોનાની દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઇ ગઈ હોવાનું પૌરાણિક કથાઓમાં દર્શાવાયું છે. જે સોનાની દ્વારકા માટેના વિવિધ સંશોધનો દરમિયાન જે શીલાઓ અને અવશેષો મળી આવ્યા હતા અને દ્વારકાના સમુદ્રમાં સી વોટર આર્ટ ગેલેરી બનવાની જાહેરાત બાદ આ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે જે સી-વોટર ગેલેરી બનાવવા માટે  સર્વે કરવામાં આવ્યો હતો.

દ્વારકાના દરિયામાં ગરકાવ થયેલી સોનાની દ્વારકાના જે અવશેષો મળી આવ્યા છે અને કરોડોના ખર્ચને પગલે મળી આવેલા અવશેષો લોકો નિહાળી સકે તે માટે સી-વોટર ગેલેરી બનાવવાની જાહેરાત વધાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2017 માં કરી હતી. જે યોજના માટે ભારત સરકાર દ્વારા યોગ્ય દિશામાં પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.

ત્રણ દાયકા પૂર્વે સોનાની દ્વારકાના શીલાઓના જરૂરી પુરાવા પણ મળ્યા છે!!

ત્રણ દાયકા પૂર્વે આર્કીયોલોજી વિભાગના તત્કાલીન વડા ડો. એસ.આર. રાવએ અનેક વખત દ્વારકાના સમુદ્રમાં ખોદકામ કરીને સંશોધન પછી ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણનગરીની શિલાઓના જરૂરી પુરાવાઓ શોધી કાઢવામાં સફળતા મળી હતી. જેનો ગોવામાં આર્કીલોજીકલ વિભાગમાં સંગ્રહ કરવામાં આવ્યો છે અને જો ડૂબેલી દ્વારકા નગરીના જીવંત દર્શન કરવાની આ યોજના સાકાર થશે તો સમગ્ર દેશ દુનિયામાં દ્વારકા વિશ્વસ્તરે પ્રવાસન ક્ષેત્રે પણ છવાઈ જશે અને દરિયામાં ડૂબેલી સુવર્ણનગરી દ્વારકા સી-વોટર ગેલેરી નિહાળવા દેશ વિદેશથી પર્યટકો ઉમટી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.