Abtak Media Google News

વેઇટ લોસ કરવામાં અને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં અમૃત સમાન છે જામફળ

જો તમે સ્વસ્થ રીતે પોતાનું વજન ઓછું કરવા માંગો છો તો તેના માટે સંતુલિત આહાર જરુરી છે. જેમાં ઓછી કેલરી વાળા ખાદ્ય પદાર્થ પણ સામેલ છે. વજન ઘટાડવા માટે ‘અમરુદ’ (જામફળ) અમૃત સમાન સાબિત થાય છે. એન્ટી ઓકિસડેંટ અને ખનીજનો ખજાનો જામફળ મનુષ્ય જાતિ માટે સ્વાસ્થ્યપ્રદ અને સૌથી જુના ફળો માનું એક છે. વિટામીન સી થી ભરપુર જામફળ સ્કીન માટે અને રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદરુપ થાય છે. જામફળમાં મેંગેનીઝ પણ છવે જે શરીરની અવશોષિત શકિતને વધારે છે. જેથી મહત્વપૂર્ણ પોષક તત્વો શરીરને મળી રહે.આ તમામ સ્વાસ્થ લાભો ઉપરાંત વજન ઉતારવામાં પણ જામફળ મહત્વની ભૂમિકા ભજવે છે. જામફળ ફાઇબરથી ભરપુર છે. તંતુઓના ટૂટવા અને પાંચનમાં લાંબો સમય લાગે છે. જેથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. અને જો પેટ ભરેલું હોય તો અન્ય આચર કુચર વસ્તુઓ ખાવાની ઇચ્છા થતી નથી.જામફળમાં કાર્બોહાઇડ્રેટ ખુબ જ ઓછું છે એક જામફળમાં માત્ર ૧૪ ગ્રામ કોર્બોહાઇડ્રેડટસ હોય છે. અને વિવિધ અઘ્યયનો અનુસાર ભોજનમાં જો ઓછા કાર્બોહાઇડ્રેટસનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તો ઝડપથી વજન ઘટે છે.જામફળમાં કેલરી ખુબ જ ઓછી હોય છે. આ ફળને નકારાત્મક કેલરી ખાદ્ય પદાર્થમાં સમાવવામાં આવે છે જેનો મતલબ એવો છે કે જામફળને પચાવવામાં શરીરની વધુ ઉર્જા વપરાય છે. જે વજન ઉતારવામાં મદદરુપ બને છે અને આપતા ડાયટ પ્લાનમાં એવા આહાર જ સામેલ કરવા જોઇએ જે કેલરીમાં ઓછા હોય.જામફળ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે જામફળ ખાવાથી ભૂખ ઓછી લાગે છે.જામફળમાં અને ફોલેટ જેવા બી વિટામીનનો એક સ્વસ્થ સ્ત્રોત છે. વિટામીન બી એક સ્વસ્થ  આંતરડાનું સમર્થન કરે છે. યોગ્ય પાચન માટે સ્વસ્થ આંતરડા મહત્વપૂર્ણ છે. અને એક તથ્ય એ પણ છે કે સ્વસ્થ પાચન સારા ચયાપ્ચ્ય અને વજન ઘટાડવામાં મહપૂર્ણ છેે.જામફળને ડાયાબીટીસના રોગીઓ માટે સુપર ફુડ માનવામાં આવે છે. જયારે શરીરમાં વધારે ઇન્સ્યુલીનનું જરુર હોય છે. જામફળ ઇન્સ્યુલીનની ગતિવિધીને બહેતર બનાવવામાં મદદરુપ છે. અમૃત જેવા જામફળ ને શિયાળામાં નિયમિત ખાવાથી પાચનતંત્ર યોગ્ય કામ કરતું થઇ જાય છે. કાચા જામફળ પર ચાટ મસાલો છાંટી તેને ખાવાથી ખુબ જ સારો ટેસ્ટ આવે છે. બ્લડસુગરને કંટ્રોલમાં રાખવા જામફળનું સેવન ગુણકારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.