Abtak Media Google News

સરદારનગરમાં પૂ. ગુરૂ માને ગુણાંજલી અર્પણ કરાય

શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં આજીવન અનશાન આરાધક શાસન રત્ના ગુરૂમાં પૂ. નર્મદાબાઇ મ.સ.ની ત્રીજી પુણ્યતિથિ ગુણાંજલી પ્રસંગે પૂ. વનિતાબાઇ મ.સ., આદિ પૂ. પ્રવીણાજી મ.સ.ા આદિ પૂ. સરોજજી મ.સ., આદિ મહાસતીજી વૃંદની ઉ5સ્થિતિમાં સુચિત્રા મહેતાના ગીત બાદ પૂ. જિજ્ઞાજી મ.સ., પૂ. પુનિતાજી મ.સ. એ ગુણાનુવાદ કરેલ. પૂ. બંસરીજી મ.સ. પૂ. મુકિતશીલાજી મ.સ. એ ગુણાંજલી ગીત રજુ કરેલ.

સર્વ હરેશભાઇ વોરા, પ્રવીણભાઇ કોઠારી, ચંદ્રકાંતભાઇ શેઠ, રંજનબેન પટેલ, હીનાબેન વગેરેએ ગુણાંજલીમાં સૂર પૂરાવી અભિવંદના કરેલ.

95 વર્ષની વર્ય 68 વર્ષના દીક્ષા પર્યાય સહિત દિવાલના ટેકા વગર રોજ હજારો શ્ર્લોકના સ્વાઘ્યાય દ્વારા 8 દિવસ સંથારાની આરાધના કરી ઇન્દ્રપ્રસ્થનગર સંઘને તીર્થભૂમિ બનાવનાર પૂ. નર્મદાબાઇ મ.સ. ની શૌર્યતા, ધૈર્યતા અને શાલીનતા દર્શાવતા ગુરુદેવે કહેલ કે ઇચ્છાઓ સઘળી ફળે જેને ગુરુની કૃપા મળે.પૂ. વનિતાબાઇ મ.સ. એ જન્મદાત્રી, જીનવદાત્રી, સંયમદાત્રી ગુરુમાના ઉપકારને સ્મરણમાં લાવી તપ, ત્યાગ, તિતિક્ષાના માર્ગે આગરળ વધવા શીખ આપી હતી.

રાજકોટના વિવિધ સંઘો, જામનગર, ધ્રોલ વગેરેના ભાવિકોની હાજરી હતી. સરદારનગર સંઘને ઠાણાંગ સૂત્ર ભાગ-ર અર્પણ કરાયેલ, વ્યાખ્યાન મંગળ વારથી સવારે 9 થી 10 કલાકે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.