Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિમાં સંશોધનને ઘણો અવકાશ  ટઈ ડો. કિશોરસિંહ ચાવડા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને ગાંધીનગર સ્થિત આર્ષ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાસંયુક્ત ઉપક્રમે આજે યુનિવર્સિટીના કેમ્પસમાં ચાણક્ય સભાગૃહમાં એક વિશેષ વર્કશોપનું આયોજન થયું હતું. ભારતીય શાસ્ત્ર-પરંપરા અને સંસ્કૃતિ પર શોધ નિબંધના વિષયો પર આયોજિત આ વર્કશોપમાં પ્રાધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

2

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિ પર આધારિત વિવિધ દૃષ્ટિકોણ અને નૂતન શોધ-વિષયો પર ચર્ચા થઈ હતી.આજની આ સભાની શરૂઆતમાંયુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા તથા પદાધિકારીઓએ આજના વક્તાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ડો. આત્મતૃપ્ત સ્વામીએ (ડીન, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ) પોતાના સયુક્ષજ્ઞયિં પ્રવચન દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ભવ્ય વારસાનું યથોચિત મૂલ્યાંકન કર્યું.

3

ત્યારબાદ આચાર્ય જ્ઞાનનયન સ્વામી (સારંગપુર), ડો. જ્ઞાનાનંદ સ્વામી (દિલ્લી), વિરાજભાઈ પઢારિયા (મુંબઈ) તથા શિક્ષાશાસ્ત્રી હરિકૃષ્ણભાઈ વીંછી (સુરત) જેવા નિષ્ણાત વક્તાઓ દ્વારા ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિનોવૈજ્ઞાનિક આધાર, ભારતીય ચિંતન પદ્ધતિમાં સમાજ સંબંધિત સંશોધનને અવકાશ, ભારતીય આધ્યાત્મિક ગ્રંથોમાં શોધનું ક્ષેત્ર અને ભારતીય સાહિત્ય ગ્રંથોમાં શોધદૃષ્ટિ જેવા વિષય ઉપર વિશ્લેષણ કરવામાં આવ્યું.અંતે ગાંધીનગર અક્ષરધામ આર્ષ સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડો. પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ સભાનું સમાપન કર્યું.

5

કુલપતિ  કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે યુનિવર્સિટીના 53 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર આવા વર્કશોપનું આયોજન થયું છે. સંતોના દિશાદર્શનથી વિદ્યાર્થીઓ ચોક્કસ લાભાન્વિત થશે. આ વર્કશોપમાં શોધ-નિષ્ણાતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને ભારતીય શાસ્ત્ર, સંસ્કૃતિ અને પરંપરામાં સંશોધન કરવાની પ્રેરણા અને તાલીમ મળે તે હેતુથી આ વર્કશોપનું આયોજન થયું હતું. ઉપસ્થિત મેધાવી સંતો અને વ્યાખ્યાતાઓએ ભારતના એ ભવ્ય વારસાની પ્રેરક રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.