Abtak Media Google News

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએઅમદાવાદમાં યોગગુ‚ બાબા રામદેવજી સાથે યોગ કર્યા

 

 સૌરાષ્ટ્રમાં લાખો લોકો યોગ કાર્યક્રમમાં જોડાયા: રાજકોટમાં એકીસાથે ૮૦૦થી વધુ મહિલાઓએ એક્વાયોગ કરી ઇતિહાસ રચ્યો

 

યોગ એટલે ભારતના સાંસ્કૃતિક વારસાનું જતન: મંત્રી કાકડિયા

રાજકોટમાં સામૂહિક યોગમાં જોડાતા વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા: યોગ એપનું લોન્ચિંગ

“વિશ્ર્વ યોગ દિન નિમિત્તે રાજયના વાહન વ્યવહાર વિભાગના રાજયમંત્રી વલ્લભભાઈ કાકડિયાએ રાજકોટ ખાતે સામૂહિક યોગ કર્યા હતા અને જણાવ્યું હતું કે, યોગએ ભારતના સાંસ્કૃતિક વારસાનું જતન છે.

મંત્રી કાકડિયાએ આધુનિક ભારતના યોગાચાર્યો રામદેવજી મહારાજ તા રવિશંકરજીનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, આજના આ યોગાચાર્યોના પ્રદાન કી ભારતના નાગરિકો યોગ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. મંત્રીએ યોગના લાભો જણાવતાં ઉમેર્યું હતું કે, યોગી શરીર સ્વસ્ રહે છે. માનસિક તનાવ ઘટે છે અને જીવવાનું નવું બળ મળે છે. તંદુરસ્ત જીવન માટે તેમણે યોગને અનિવાર્ય પરિબળ ગણાવ્યું હતું કયાં રોગમાં કયું યોગાસન મદદ‚પ થાય તેની માહિતી આપતી યોગ એપનું મંત્રી કાકડિયાએ લોન્ચીંગ કર્યું હતું. આ મોબાઈલ એપ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે.

આમંત્રીતોના હસ્તે દિપ પ્રાગટી કાર્યક્રમનો શુભારંભ યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના સંદેશાનું પ્રસારણ કરાયું હતું. આર્ટ ઓફ લિવિંગના દિપકભાઈ પંજાબીએ ઉપસ્તિોને તાળાસન, સુખાસન, વૃક્ષાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન, વજ્રાસન વગેરે જેવા સરળ અને ઉપયોગી યોગાસનો કરાવ્યા હતા.

રેસકોર્સ ખાતે આવેલા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મંત્રી વલ્લભભાઈ કાકડિયા સો ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જૈમીનભાઈ ઠાકર, અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, દેવાંગભાઈ માંકડ, કલેકટર ડો.વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી, જી.ટી.પંડયા, નાયબ કમિશ્નર, ચેતન નંદાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.બી.વદર, જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી એચ.આર.હરિયાણી, એન.સી.સી.બ્રિગેડીયર અજિતસિંહ જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી તમામ ઉંમરના નાગરિકો વગેરેએ સામૂહિક યોગ કર્યા હતા.

 

યુનો દ્વારા ર૧મી જુનને વિશ્ર્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.

આજે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં લાખો લોકોએ મેધાવી માહોલ વચ્ચે વહેલી સવારે યોગ દિનની ઉજવણી કરી હતી. ભારતના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ અમદાવાદમાં યોગ ગુ‚ બાબા રામદેવજી સાથે યોગ કર્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચાલુ વરસાદે ઉત્તરપ્રદેશના લખનઉમાં યોગ કર્યા હતા. દેશમાં સાથૈ પ્રથમ રાજકોટ ખાતે ઐકી સાથે ૮૦૦ મહીલાઓએ અલગ અલગ ચાર સ્વીમીંગ પુલમાં એકવા યોગ કરી ઇતિહાસ રચ્યો હતો.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વહેલી  સવારથી લોકો ભારે ઉત્સાહ ભેર સામુહીક યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. અને ત્રીજા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. રાજય સરકારના મંત્રી વલ્લભભાઇ કાકડીયાએ આજે રાજકોટમાં યોગ કર્યા હતા અને યોગ એપનું લોન્ચીંગ કર્યુ હતું. રાજકોટમાં મહાપાલિકા દ્વારા અલગ અલગ પાંચ સ્થળે સામુહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ચાર સ્વીમીંગ પુલમાં એકવા યોગનું આયોજન કરાયું હતું. જેમાં ૮૦૦ થી વધુ મહિલાઓએ એકવા યોગ કર્યા હતા. આ પ્રકારનું આયોજન ભારતભરમાં પ્રથમ વાર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.