Abtak Media Google News

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. દશેરા દુર્ગા અથવા રામના વિજયનું પ્રતીક છે.

દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે “રામલીલા” ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

11 54 345399677Shami1

ક્યાં કઈ રીતે થાય છે ઉજવણી?

ઉત્તર ભારતના રાજ્યો અને કર્ણાટકમાં દશેરા શબ્દ વધુ પ્રચલિત છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિજયાદશમી શબ્દ વધુ લોકપ્રિય છે.

ઉત્તર ભારતમાં દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને રામ લીલાનું આયોજન થાય છે. તેનું સમાપન રાવણના વધ અને દશેરા અથવા વિજયાદશમીના દિવસે પૂતળા દહન થકી થાય છે.

રાવણનું દરેક માથું એક ખરાબ અદાતનું પ્રતીક હોવાથી દશેરા પાપ અથવા કુટેવોથી છૂટકારો મેળવવાનું પણ સૂચવે છે.

દિવાળી વિજયાદશમીના 20 દિવસ પછી ઉજવવામાં આવે છે. તેથી ઘણા માટે દશેરા એટલે દિવાળીની તૈયારી શરૂ કરવાનો સમય હોય છે. દિવાળીના દિવસે ભગવાન રામ સીતા સાથે અયોધ્યા પહોંચ્યા હતા.

Xravan 1663991735 1
શમીના વૃક્ષની પૂજાથી મળે છે શુભ ફળ

દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજા કરીને દુકાન, વ્યવસાય વગેરે જેવા કોઈ નવા કામની શરૂઆત કરવામાં આવે તો તે સફળ થાય છે. પુરાણો અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ લંકા પર આક્રમણ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે શમીના ઝાડ સામે મસ્તક નમાવીને લંકા સામે વિજયની ઇચ્છા વ્યક્ત કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.