Abtak Media Google News

ફિલ્મ હેલીકોપ્ટર ઇલામાં કાજોલ સિંગલ મધરની ભૂમિકામાં નજરે પડશે

માધુરી દિક્ષિત દ્વારા જજ કરાઇ રહેલા ડાન્સ રીયાલીટી શોમાં કાજોલ તેની આગામી ફિલ્મ હેલીકોપ્ટર ઇલાનું પ્રોમોશન કરવા પહોંચી હતી. આ મીટીંગ ત્યારે રસપ્રદ બને છે જયારે સેટ પર લીજેન્ડરી સિંગર આશા ભોસલે નજરે પડયા હતા. અભિનેત્રી કાજોલે, આશા ભોસલે, માધુરી દીક્ષીત અને મેક-અપ આર્ટીસ્ટ મીકી કોન્ટ્રાકટર સાથેનો ફોટો ઇઇઇ….. ટુ કિકડ લખી ઇન્ટાગ્રામ પર શેર કર્યો હતો જેમાં માધુરી દિક્ષિત અને મિકી કોન્ટ્રાકટરે કમેન્ટ કરીને લખ્યું હતું કે, લવ થીસ પિકચર, માધુરી દીક્ષીતે તેના ફેન્સ માટે મિલીયન ડોલર વિડિયો શેર કર્યો શેર કર્યો જેમાં કાજોલ અને શાહરૂખની ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેગેમાં આશા ભોસલે, ઝરાસા ઝુમ લૂ મે ગીત ગાતા નજરે પડે છે.

કહી શકાય છે માધુરી, કાજોલ અને મિકીએ ફેન મુવમેન્ટ બનાવી હતી. જેણે પાપારાઝીને ગાયક બનવાની શીખ આપી હતી. માધુરી દિક્ષીત આ વિડીયોમાં કેપ્શન આપે છે કે તે આવે છે, ગાય છે અને ગીત પર વિજય મેળવી જાય છે. કહી આશા ભોંસલે માટે ભાવુકતા દર્શાવી હતી. આ વિડીયોને પાંચ લાખથી પણ લોકોએ જોયો હતો. ૭મી સપ્ટેમ્બરે રીલીઝ થનાર ફિલ્મ હેલીકોપ્ટર ઇલા હેવ ૧રમી ઓકટોબરે સ્ક્રીન પર આવશે. કાજોલની ફિલ્મ બાળ ઉછેર પર આધારીત છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં રિઘ્ધી સૈન, નેહા ધુપીયા અને ટોટા રોય ચૌધરી નજરે પડશે તો કાજોલ આ ફિલ્મમાં સિંગલ મધરની ભૂમિકામાં દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.