Abtak Media Google News

‘સહિયર’ કલબ દ્વારા ધમાકેદાર ઓનલાઈન નવરાત્રીનું આયોજન

શહેરનાં પ્રતિષ્ઠીત સહિયર કલબ દ્વારા નવરાત્રીનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. સહિયર ૨૦માં વર્ષે પણ રાસ ગરબાનું ધમાકેદાર આયોજન કરવા જઈ રહ્યું છે. ચાલુ વર્ષે તમામ નિયમોના પાલન સાથે ઓનલાઈન નવરાત્રી યોજાશે.

આ મામલે  શહેરના પ્રતિષ્ઠીત નવરાત્રી આયોજક સહિયર કલબ દ્વારા મહત્વપૂર્ણ ઘોષણા કરતા જણાવ્યું હતું કે, ૨૦૨૦ના વ્યથિત વર્ષમાં પણ અમે રાસોત્સવ કરવા માટે સજજ છીએ. સરકારના દરેક આદેશને અનુસરતા સેનેટાઈઝીંગ, સોશિયલ ડિસ્ટન્સીંગ તથા દરેક નિયમોનું પાલન કરતા સહિયર રાસોત્સવ ધમાકેદાર ઓનલાઈન નવરાત્રીનું આયોજન જાહેર કરે છે. કોઈ ખેલૈયા કે પ્રેક્ષકોને નિમંત્રીત કર્યા વગર એક જ સ્થળેથી રોજે રોજ ર્માં અંબાની આરતીથી ઓનલાઈન ગરબા નામાંકિત કલાકારો દ્વારા રજુ થશે. લોકો સહિયર રાસોત્સવની યુ-ટયુબ ચેનલ પર જીટીપીએલ ચેનલ પર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લોકો ઘરે બેઠા નવરાત્રી માણી અને રમી શકશે.  સહિયર કલબ પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે તમામ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. તે સંદર્ભે ર્માંના મંદિરની સ્થાપના થશે તથા દર વર્ષની  માફક ગરબાને સંગીતથી મઢવા ટીમ સાથે ઓનલાઈન તેજસ શીશાંગીયા (જીલ એન્ટરટેનમેન્ટ) તથા ખેલૈયાના પ્રિય રાહુલ મહેતા, સાજીદ ખ્યાર, ચાર્મી રાઠોડ સૂર રેલાવશે. નવરાત્રી દરમ્યાન સહિયર સાથે અંગત નાતો ધરાવતા લોકગાયક કિર્તીદાન ગઢવી પણ ર્માંના ગરબા ગાશે. કોરોના કાળમાં ઘણા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા કલાકારોને પણ ધ્યાનમાં રાખીને ફુલ નહીં તો ફુલની પાંખડી જેવા મદદ કરવાના ભાવથી સહિયર કલબે આ પગલુ લીધુ છે. સહિયર કલબ માટે નવરાત્રીનો મતલબ હંમેશા ર્માંની અર્ચના અને આરાધના જ રહ્યો છે ત્યારે ર્માંના આ પાવન પર્વે કોરોના જેવી મહામારીને પણ અડચણ ન બનવા દેતા ૨૦ વર્ષથી ર્માંની સ્થાપના કરતુ સહિયર આ વર્ષે પણ સંપૂર્ણ નિષ્ઠાથી, લોકોને પણ ર્માંની આરતી માણવાનો અને મનોરંજન કરવાનો મોકો મળે અને માતાજી સૌને સાજા નરવા રાખે અને સૌનુ સ્વાસ્થ્ય સારું રહે તેને ધ્યાનમાં રાખીને સહિયર કલબ આ પ્રકારે આયોજન કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.