Abtak Media Google News

બે જુવાનજોધ દીકરીઓની મમ્મી શ્રી ને કેમેરામાં કેદ કરવા કેમેરામેનનો કરે છે પડાપડી

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રીદેવીએ જેવી એન્ટ્રી કરી કે તૂરંત જ કેમેરામેનોએ તેને કિલક કરવા પડાપડી કરી હતી. કેમ કે- સુપરસ્ટાર શ્રીદેવી આજે પણ ઢિંચાક લાગે છે.શ્રીદેવી માટે જાણીતા ફેશન ડીઝાઇનર મનિષ મલ્હોત્રા ડ્રેસ ડીઝાઇનર છે. જુવાનજોધ બે દીકરીઓની મમ્મી શ્રી ઉર્ફે શ્રીદેવી ફિકકી માં પણ મનીષે ડીઝાઇન કરેલા લહેંગા ચોલી પહેરીને આવી હતી.શ્રીદેવીએ સાઉથની ફિલ્મોમાં તો બાળપણથી જ અભિનય કરવો શરુ કરી દીધો હતો ત્યારબાદ તેણે ફિલ્મ સોલવા સાવન  (હીરો અમોલ પાલેકર) થી હિન્દી ફિલ્મોમાં શરુઆત કરી હતી. ત્યારબાદ ફિલ્મ અદમા (હીરો કમલ હસન)થી તેને અભિનેત્રી તરીકે ઓળખ મળી હતી. પરંતુ ફિલ્મ હિમ્મતવાલા (હીરો જીતેન્દ્ર) થી તો તે બોલીવૂડમાં છવાઇ ગઇ હતી તે રાતોરાત સૌના દિલોની રાણી બનીગઇ હતી. સાથો સાથ જીતેન્દ્ર સાથે તેણે ઘણી ફિલ્મો કરી તેમની જોડી સુપરહીટ થઇ હતી.શ્રીદેવીને ફિલ્મ ચાંદની, ચાલબાઝ, લમ્હે વિગેરે માટે એવોર્ડથી પણ નવાજવામાં આવી છેલ્લે તેની આવેલી ર ફિલ્મો ઇગ્લીશ વિંગ્લીશ અને મોમને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યોછે.હવે શ્રીદેવીની બન્ને પુત્રી ફિલ્મમાં આવવા તૈયાર છે. મોટી દીકરી જાહન્વી કપૂરે તો શુટીંગ પણ શરુ કરી દીધું છે. નાની દીકરી ખુશી હજુ ભણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.