Abtak Media Google News

રાજકોટ શહેરના એરપોર્ટ પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ ધરાવતા ત્રણ પરિવારના સાત બાળકોનું ભવિષ્ય વાઉ પ્રોજેકટ થકી ઉજજવળ બનવા જઇ રહ્યું છે

સાક્ષરજ્ઞાન વગર વ્યકિત પાસે મજૂરીકામ અથવા ભીખ માંગવા સિવાય બીજો કોઇ વિકલ્પ શેષ નથી બચતો એ હકીકત છે. આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહતવ સમજી રહેલી આવી વ્યકિતઓ પોતાના બાળકોના ભવિષ્યને સુદ્રઢ બનાવવા માટે એક કદમ આગળ આવી રહ્યા છે એ ખુશીની વાત છે, પરંતુ હજુ દેશના કેટલાય અંતરિયાળ વિસ્તારો એવા છે. જયાં જાગૃતિ નથી આવી. ગુજરાત રાજય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલમ વાઉ પ્રોજેકટ અંતર્ગત આવા પછાત વિસ્તારોમાં જઇને ત્યાંના પરિવારને સરકારની યોજનાઓથી વાકેફ કરાવવામાં આવે છે.

આ જે કિસ્સો છે એમાં ફકત એક-બે નહીં, પરંતુ પૂરા સાત બાળકોના જીવનને શણગારવાનું સુંદર કામ થયું છે! જીલુભાઇ વાઘેલા, કળજીભાઇ વાઘેલા, શૈલેષભાઇ વાઘેલા અને ભાવુભાઇ વાઘેલા છેલ્લા ચાલીસેક વર્ષથી ભંગાર એકઠો કરવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એમની પાસે કોઇ આધાર કાર્ડ, રાશન કાર્ડ કે ચુંટણી કાર્ડ ઉપલબ્ધ નહોતા, જેને લીધે તેઓ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકવા અક્ષમ હતા. એમના સાત બાળકો દરરોજ બજરંગવાડી વિસ્તારમાં ભીખ માંગીને પોતાના પેટનો ખાડો પુરતા હતા. બાપડાઓને સ્વપ્નેય ખ્યાલ નહીં કે પોતે કયારેય શાળાજીવનનો લુત્ફ ઉઠાવી શકશે! અભ્યાસ પરત્વે જાગૃત થયેલી એમની ‚ચિ જોઇને સાતે-સાત બાળકોને સ્કુલમાં પ્રવેશ અપાવવામાં આવ્યો. જે એમને સર્વાગી વિકાસમાં ચાવીરુપ ભૂમીકા ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.