Abtak Media Google News

જો તમને કીડનીની પથરીની બિમારી હોય અને તેનો દુ:ખાવો અનુભવ્યો હોય તો જ તમે જાણી શકો કે તેની તીવ્રતા કેવી હોય છે. કીડનીની પથરીનો દુ:ખાવો પ્રસુતિ વખતે સ્ત્રીને થતા દુ:ખાવો જેટલો જ તીવ્ર હોય છે. એટલે કીડનીમાં પથરી હોય તેવા દર્દીઓએ તો તકેદારી રાખવી એ જ ઉત્તમ ઉપાય છે. એટલે દર્દીઓએ કીડનીમાં શા માટે કેવી રીતે પથરી થાય છે એ લોકોએ જાણવું જરુરી છે.

Advertisement

કીડનીમાં પથરી શા માટે અને કેવી રીતે થાય છે?

કીડની આપણા શરીરનું ફિલ્ટર હાઉસ છે. તેમાં કોઇ જનીની ખામી કે વારસાગત અથવા આપણા ખોરાકમાં ન પચેલા ક્ષાર કીડનીમાં જમા થવા લાગતા ધીમે ધીમે પથરીનું સર્જન થવા લાગે છે જેમ જેમ સમય પસાર થતો જાય એટલે દિવસે દિવસે કીડનીની આ પથરી મોટીને મોટી થતી જાય છે. કીડનીની મોટી પથરી કયારેક ઓગળી જાય છે અને તે મૂત્રાશય કે મૂત્ર નલીકામાં આવી અડચણ ઉભી કરે છે. આ પથરીથી દુ:ખાવો પણ થાય છે.

કીડની પથરીથી બચવા શું કરશો?

કીડનીથી પથરી કઇ રીતે બનતી રોકી શકાય? તે અંગેની કેટલાક તકેદારી અંગેની વિગતો જોઇએ.

તમારા શરીરમાં પથરી ન જામે તે માટે  વધારેમાં વધારે પાણી પ્રવાહી પીવાનું રાખો દરરોજ ૧૦ થી ૧ર ગલ્લાસ પાણી પીવાનું રાખવું જોઇએ. જેથી ક્ષારના કણો મંદ બને પેશાબ સાથ જ વહી જાય.

મીઠાને લીધે ક્ષારના કર્ણો જામ થાય છે એટલે ભોજનમા મીઠાનું પ્રમાણ ઓછું રાખો.

તમારા શરીરનું વજન જાણવી રાખો જો વજન વધે તો તમારા શરીરમાં પથરી થવાની શકયતા પણ વધી જાય છે.

તમને પથરી થઇ હોય તો તેની ચકાસણી કરાવો કે તે શેના લીધે થઇ છે જેને લીધે થઇ હોય તેવો ખોરાક ઓછો લેવો જોઇએ.

કીડનીની પથરી માટેની સારવાર

કીડનીની પથરી ઓપરેશનથી દુર કરી શકાય છે અથવા દવાની મદદથી ઓગાળી શકાય છે હવે તો અવાજના તરંગોથી પણ પથરીને તોડી શકયા છે એટલે આ નવી પઘ્ધતિ લીથોટ્રીપ્સી મદદથી પથરીને તોડી નાખવામાં આવતા તે કટકા બની કીડની બહાર નીકળી જાય છે.

લીથોટ્રીપ્સીની મદદથી પથરી દૂર કરવા માટે એનેસ્થેસીયા કે સર્જરી કે કોઇ વાઢ કાપ કરવાની જરુર પડતી નથી. આવી સારવાર માટે અડધા કલાકથી માંડી એક કલાક સુધીના બે થી ત્રણ સેશનમાં પથરીને દુર કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.