Abtak Media Google News

મોરબી જિલ્લામાં ૨૨૪૫૬ મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે

આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આવે કે કોંગ્રેસ કે અન્ય કોઈ, મોરબી જિલ્લામાં ભાવિ ધરાસભ્યનું ભાવિ યુવા મતદારોના હાથમાં છે કારણ કે કુલ મતદારો પૈકી ૩૫%મતદારો યુવાવસ્થા ધરાવતા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાની અને વાંકાનેર-કુવાડવા બેઠકમાં કુલ ૭૨૨૫૯૨ મતદારો નોંધાયેલા છે જે પૈકી ૧૮ થી ૨૯ વર્ષની વયે ધરાવતી વયજુથમાં ૨૦૦૬૬૭ મતદારો છે અને ક૭લ મતદારોની ૩૫% મતદાર સંખ્યા છે જે જોતા આગામી વિધાનસભા ચૂંટણીમાં યુવાનોના મત નિર્ણાયક સાબિત થશે.

જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલના જણાવ્યા મુજબ મોરબી જીલની ત્રણેય વિધાનસભા બેઠકોમાં કુલ ૭૨૨૫૯૨ મતદારો નોંધાયેલા છે જેમાં ૧૮થી૨૯ વર્ષના ૨૦૦૬૬૭,૩૦થી૩૯ વર્ષના ૧૮૩૪૫૮ મતદારો,૪૦થી૪૯ વર્ષના ૧૩૦૯૩૨ મતદારો,૫૦થી૫૯ વર્ષના ૧૦૨૬૧૯ મતદારો અને ૬૦થી ૬૯ વર્ષની વયે ધરાવતા ૬૦૨૫૭ મતદારો નોંધાયેલા છે.

પરાંત ૭૦થી૭૯ વર્ષની વયે ધરાવતા ૭૧૭૨૨ અને ૮૦ વર્ષથી ઉપરના ૧૨૯૩૭ મતદારો નોંધાયેલ છે આ ઉપરાંત ૨૨૪૫૬ મતદારો આગામી ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.

આ સંજોગોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુને વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જનજાગૃતિના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.