Abtak Media Google News

અબતક,રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા જોર શોરથી ચૂંટણી લક્ષી તૈયારીઓનો  આરંભ કરી દેવામાં આવ્યો છે. યુવાનોને ભાજપમાં જોડવા માટે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી અર્થાત 25મી ડિસેમ્બરથક્ષ 3500થી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે  નિકળશે 12મી જાન્યુઆરીએ રાજયના તમામ જિલ્લા અને મહાનગરોમાં યુવા સંમેલન યોજાશે આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોન્કલેવનું  પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશમંત્રી પંકજભાઇ ચૌધરી ઉપસ્થિત રહી યુવા મોરચાના પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોન્કલેવ યોજવામા આવશે:
25 ડિસેમ્બરે  3500થી વધુ કાર્યકરો વિસ્તારક તરીકે નિકળશે

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા કહ્યુ હતું કે, યુવા મોરચાના કાર્યકર્તાઓમાં સેવાના ભાવ સાથે રાજકીય ક્ષેત્રમાં કામ કરવું જોઇએ. કોઇ પણ કુદરતી આફતમાં સેવાકીય કામમાં યુવા મોરચાના કાર્યકરો અગ્રેસર રહેવા જોઇએ. રાજયના યુવાનો કઇ રીતે વ્યસનથી દુર રહી શકે તે માટેની સતર્કતા યુવા મોરચાના કાર્યકરોમાં હોવી જોઇએ.

પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ યુવા મોરચના પદાધિકારીઓને જોશ અને જુસ્સો વધારતા કહ્યુ હતું કે યુવા મોરચાના કાર્યકર્તાઓમાં કયારેય નિરાશા ન આવી જોઇએ. નિરાશાએ કાર્યકર્તાઓનો વિકાસ રૂંધાવે છે. પાર્ટીના કોઇ પણ કાર્યક્રમને સફળ બનાવવા યુવા મોરચાની મહત્વની ભૂમિકા રહેવી જોઇએ. યુવા મોરચાના દરેક કાર્યક્રમ સંખ્યાત્મક સાથે રચનાત્મક કેવી રીતે થઇ શકે તે દિશામાં વિચારવું જોઇએ.

પ્રદેશના મંત્રી પંકજભાઇ ચૌધરીએ યુવા મોરચાના પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, અસંખ્ય કાર્યકર્તાઓના સમર્પણ પછી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. નવી પેઢીના કાર્યકર્તાઓ કઇ રીતે પાર્ટી સાથે જોડાઇ તે દિશામાં યુવા મોરચાએ આયોજન કરવું જોઇએ. સક્ષમતા વધારવી, જહા કમ વહા હમ અને યોજક સશસ્ત્ર દુલર્ભમ આ ત્રણ સુત્રને ધ્યાને રાખી યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ કામ કરવું જોઇએ.

ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટે આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે, નવા યુવા મતદારોને વિસ્તારક યોજના થકી ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ યુવા મોરચો કરશે. 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયજીના જન્મજંયતી નિમિત્તે સમગ્ર પ્રદેશમાં 3500 થી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નિકળશે. 12મી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લા-મહાનગરોમાં નવા જોડાયેલા યુવાનોનું યુવા સંમેલન યોજાશે. 14મી જાન્યુઆરીના રોજ સેવાવસ્તીમાં યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ અને ચિકી વિતરણ કાર્યક્રમ હાથ ધરાશે. આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોન્કલેવ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.