Abtak Media Google News

એક વર્ષ પહેલાં મંદિર પાસે બનાવેલા શૌચાલયના કારણે ચાલતી અદાવતનો લોહિયાળ અંજામ: બે ગંભીર

હિન્દુ યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત: બજરંગદળ સહિતના હિન્દુ સંગઠનો ઢાકણીયા દોડી ગયા

અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઢાંકણીયામાં પોલીસના ધાડેધાડા ઉતારાયા: હત્યાના ગુનામાં પાચ શખ્સોની ધરપકડ

બોટાદ જિલ્લાના પાળીયાદ તાલુકાના ઢાંકણીયા ગામે છ વિધર્મી શખ્સોએ યુવાનની ગળું વાઢી ક્રૂર હત્યા કરતાં પંથકમાં તંગદીલી ફેલાઈ છે. એક વર્ષ પહેલાં મંદિર પાસે બનાવેલા શૌચાલયના કારણે ચાલતી અદાવતનો લોહિયાળ અંજામ આવ્યો છે. છ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હિન્દુ યુવકની હત્યાના પૂરા પંથકમાં ધેરા પ્રત્યાઘાત પડયા હતા. ઘટનાને પગલે બજરંગદળ સહિતના હિન્દુ સંગઠનો ઢાંકણીયા ગામ દોડી ગયા હતા. પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી પાચ હત્યારાઓની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે રહેતા અને પશુપાલન કરતા નવઘણ ઝાલાભાઈ જોગરાણા (ઉ.વ.30)ની જૂની અદાવતમાં ઇકબાલ ઉર્ફે ચકો હકુભા રાઠોડ, દાઉદ રહીમ રાઠોડ, અમન ઇકબાલ રાઠોડ, સાજીદ ઇકબાલ રાઠોડ, બહાદુર હકુ રાઠોડ અને હકુ રહિમ રાઠોડ નામના શખ્સોએ ગળું વાઢી ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યા દરમિયાન થયેલી અથડામણમાં અન્ય મુના વરજાંગ જોગરાણા તેમજ તેજા તોગા જોગરાણાને ગંભીર ઈજાઓ થતા બોટાદ તેમજ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જે ઘટના અંગે જાણ થતાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ વિધર્મી દ્વારા થયેલી હત્યાના પગલે ઢાંકણીયા ગામમાં બજરંગદળ સહિતના હિન્દુ સંગઠનોએ ધામા નાખ્યા હતા. જેના પગલે ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ ભાવનગર પીએમ અર્થે ખસેડી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ એક વર્ષ પહેલાં ઢાકણીયા ગામમાં મંદિર પાસે વિધર્મીઓ દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સમાજના લોકોએ મારકૂટ કરી હતી. જેનો ખાર રાખી ગઇ કાલે મુના જોગરાણા ગામમાં ઇકબાલના ઘર પાસે ગયો ત્યારે ઇકબાલ સહિતના શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. મુના પર હુમલો થયાની જાણ થતાં નવઘણ અને તેજા પણ ઇકબાલ ઘર તરફ દોડી ગયા હતા.

જ્યાં ઇકબાલ ઉર્ફે ચકો, દાઉદ, અમન, સાજીદ, બહાદુર અને હકુએ નવઘણને મકાનમાં ઢસડી જઈ બહારથી દરવાજો બંધ કરી અંદર છરીના આડેધડ ઘા ઝીંકી ગળું વાઢી ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે હુમલામાં અન્ય બે યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે ઘટનાની જાણ થતા નાના એવા ગામમાં માહોલ તંગદીલ ભર્યો સર્જાયો હતો. જેના પગલે પોલીસના ધાડેધાડા ઉતારી દઈ ઇકબાલ ઉર્ફે ચકો, દાઉદ, અમન, બહાદુર અને હકુની ધરપકડ કરી હતી જ્યારે ફરાર સાજીદની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.