Abtak Media Google News

૪૫૦ી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ રઢિયાળી રાતનો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિનાં અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા આધારિત ‘રઢિયાળી રાત કાર્યક્ર્મોનું પ્રેરક આયોજન, સમગ્ર ગુજરાતમાં, સતત નવમા વર્ષે થશે. નવી પેઢી આપણા ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે એ માટે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને તેમના દ્વારા સપિત ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન સવિશેષ પ્રયત્નશીલ છે.

Advertisement

આ વર્ષે પણ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન  સાથે સંકળાયેલાં ઐતિહાસિક સ્થળો ચોટીલા (જન્મભૂમિ), રાજકોટ (શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (મેટ્રીક), ભાવનગર તા જૂનાગઢ (કોલેજ-શિક્ષણ) , ધંધુકા (અદાલતમાં સ્વરચિત કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ત્યારે મેજિસ્ટ્રેટ સહિત સહુની આંખો આંસુભીની થઈ ગઈ), રાણપુર (કર્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), બગસરા (વડવાઓનું વતન) ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, લીંબડી, રાપર-કચ્ છ ખાતે રઢિયાળી રાત કાર્યક્ર્મો યોજાશે.

ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પીરિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હયિાર જેવાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થશે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.